Get The App

Sandhya Vandana: જાણો શા માટે સંધ્યા પૂજન કરવુ જરૂરી છે? શું છે તેના લાભ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
Sandhya Vandana: જાણો શા માટે સંધ્યા પૂજન કરવુ જરૂરી છે? શું છે તેના લાભ 1 - image


Image Source: Wikipedia

અમદાવાદ, તા. 16 જાન્યુઆરી 2024 મંગળવાર

ભગવાન સૂર્ય આદિ નારાયણ છે. પંચદેવોમાં પણ તેમની ગણતરી થાય છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યના મામલે આમ તો સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્ત ત્રણેય સમયને સૌથી મુખ્ય માનવામાં આવે છે પરંતુ માન્યતા છે કે દિવસમાં 2 વખત તેમની વંદના કરવી જ જોઈએ. જે રીતે ઘરમાં મહેમાનોના સ્વાગતમાં કોઈ ચૂક ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેવી જ રીતે સૂર્યની બંને સમય પૂરા મનથી ઉપાસના કરવી જોઈએ. આવુ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. 

સંધ્યા વંદન કરવાના લાભ

1. સંધ્યા વંદન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે તથા તેઓ સ્વાસ્થ્યનું વરદાન આપે છે.

2. જે વ્યક્તિ સંધ્યાવંદન કરે છે તેઓ દરેક પ્રકારના ગ્રહ દોષોમાંથી મુક્ત રહે છે અર્થાત ગ્રહ દોષોની તીવ્રતા ઘટવા લાગે છે.

3. સૂર્યદેવ રોજગારના પણ કારક છે તેથી બેરોજગાર યુવાનોએ તો ચોક્કસપણે સંધ્યા વંદન કરવુ જોઈએ તેથી તેમને રોજગાર મળી શકે. 

4. દરરોજ સંધ્યા વંદનથી આત્મબળમાં વધારો થાય છે અને તે વ્યક્તિ સાહસિક કાર્ય કરવામાં પણ આગળ રહે છે. 

5. સંધ્યા વંદન કરનાર વ્યક્તિના પૂજા પાઠ વગેરે સારી રીતે ફળ આપે છે. આવી વ્યક્તિ કોઈ અન્યને સાચા મનથી આશીર્વાદ આપે છે તો તેમને પણ તે ફળે છે.

6. સંધ્યા ઉપાસના કરવાથી તન અને મન શુદ્ધ રહે છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે.


Google NewsGoogle News