ગૃહ પ્રવેશ: નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા જાણી લો આ નિયમ, મંગલમય થશે તમામ કાર્યો
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 ઓગસ્ટ 2023 બુધવાર
વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવા નિયમ અને ઉપાય છે જેને નવા ઘરમાં જતા પહેલા જાણી લેવા જોઈએ. દરેક વ્યક્તિનું સપનુ હોય છે કે તેનું ભલે નાનુ પણ પોતાનું ઘર હોય. આ ઘરને બનાવવા અને ઊભુ કરવામાં વ્યક્તિની જમા પૂંજી અને સાથે જ મહેનત પણ લાગી જાય છે. દરમિયાન કોઈ નથી ઈચ્છતુ કે તેના નવા ઘરમાં કોઈ પ્રકારની કોઈ અનહોની થાય.
વાસ્તુ શાસ્ત્રમાં અમુક એવા નિયમ છે, જેને નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા જાણી લેવા જોઈએ. આનાથી ઘરમાં સુખ અને શાંતિનો વાસ રહે છે. સાથે જ વ્યક્તિના તમામ કાર્યો મંગલકારી થાય છે. નવા ઘરમાં પ્રવેશ કર્યા પહેલા ઘણી આશાઓ હોય છે, આની પૂરા કરવા માટે ભગવાનનો સાથ જરૂરી છે.
શુભ મુહૂર્તમાં ઘરમાં પ્રવેશ કરો
ઘરમાં પ્રવેશ કર્યા પહેલા સાચુ અને શુભ મુહૂર્ત પર પૂજા કરવી જરૂરી છે. જે બાદ જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. આનાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ક્યારેય નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી. સાથે જ ઘરનું સંપૂર્ણ વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. શુભ મુહૂર્ત પર પૂજા કરવાથી દેવી દેવતાઓના પણ આશીર્વાદ મળે છે.
નવા ઘરમાં પ્રવેશ કરવાના નિયમ
- નવા ઘરમાં પ્રવેશ કર્યા પહેલા શુભ મુહૂર્ત કાઢવુ જરૂરી છે. હિંદુ ધર્મ અનુસાર અષાઢ, શ્રાવણ, આસો અને પોષ મહિનામાં ક્યારેય પણ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.
- જ્યારે ગૃહ પ્રવેશ કરવાનો હોય ત્યારે ઘરના મોભીએ પોતાનો જમણો પગ પહેલા રાખવો જોઈએ, સાથે જ તેમના હાથમાં મંગલ કળશ હોવુ જરૂરી છે.
- પૂજા દરમિયાન ઘરના દ્વાર પર આંબાના પાન અને લીંબુથી બનેલી દોરી લગાવવી જોઈએ. આનાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.