Pitru Paksha: જાણો શ્રાદ્ધમાં ભોજનની થાળી પીરસવાના સાચા નિયમો અને વિધિ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Pitru Paksha: જાણો શ્રાદ્ધમાં ભોજનની થાળી પીરસવાના સાચા નિયમો અને વિધિ 1 - image


                                                     Image Source: Twitter

અમદાવાદ, તા. 07 ઓક્ટોબર 2023 શનિવાર

શ્રાદ્ધનું ભોજન અન્ય દિવસ કરતા જુદુ હોય છે. તેને રાંધવાથી લઈને પીરસવાની વિધિમાં પણ અંતર હોય છે. 

પિતૃપક્ષ કે શ્રાદ્ધપક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે, જેનું સમાપન 16 ઓક્ટોબર 2023એ થઈ જશે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને પિંડદાન, તર્પણ વગેરે જેવા કર્મકાંડ કરવામાં આવે છે. આ રીતે શ્રાદ્ધમાં ભોજન કરાવવાની પણ પરંપરા છે. 

માન્યતા છે કે શ્રાદ્ધમાં કરાવવામાં આવેલુ ભોજન પિતૃઓ સુધી પહોંચે છે અને તેમની આત્મા તૃપ્ત થાય છે. શ્રાદ્ધનું ભોજન અન્ય દિવસની તુલનાએ અલગ હોય છે. જેમાં લસણ, ડુંગળી, મસૂર દાળ, માંસાહાર વગેરે વર્જિત હોય છે.

શ્રાદ્ધનું ભોજન પાંચ સ્થળો પર નીકાળવામાં આવે છે. બ્રાહ્મણોને પણ શ્રાદ્ધનું ભોજન કરાવવામાં આવે છે પરંતુ શ્રાદ્ધમાં માત્ર ભોજન બનાવવાનું જ નહીં પીરસવાના પણ અમુક નિયમ અને વિધિઓ હોય છે, જેનુ પાલન જરૂર કરવુ જોઈએ. 

શ્રાદ્ધનું ભોજન પીરસવાની વિધિ

શ્રાદ્ધપક્ષમાં પિતૃપાત્ર એટલે કે પિતૃઓ માટે પરોસવામાં આવેલી થાળીને હંમેશા ઊંધી દિશામાં રાખો અને ભસ્મની રેખા બનાવો.

ભોજન પીરસવા માટે કેળાના પાંદડા પર કે મોહા નામના વૃક્ષના પાંદડાથી બનેલા પાત્રનો ઉપયોગ કરો. આ બજારમાં સરળતાથી મળી જાય છે. 

શ્રાધ્ધીય બ્રાહ્મણોની થાળીમાં અલગથી મીઠુ પીરસવુ નહીં. 

રાંધેલુ અન્ન જેમ કે લાડુ વગેરેને હંમેશા હાથથી પરોસો અને અન્ય વસ્તુઓ જેમ કે શાકભાજી, ચટણી કે સલાડ માટે કોઈ પાત્ર કે ચમચાનો ઉપયોગ કરી શકો છો. 

થાળીમાં ભોજન પીરસવાનો ક્રમ, સ્થળ અને આધારભૂત શાસ્ત્ર

શ્રાદ્ધ માટે થાળીની ડાબી, જમણી, સામે અને મધ્ય ચારે ભાગોમાં ચોરસ પદાર્થ બતાવ્યા છે. સૌથી પહેલા થાળીમાં દેશી ઘી લગાવો. વચ્ચેના ભાગમાં ચોખા પીરસવા જોઈએ અને ખીર, શાક વગેરેને જમણી બાજુ પરોસવુ. જે બાદ લીંબુ, ચટણી અને સલાડને ડાબી બાજુ પીરસવુ. સામે સંભાર, કઢી, પાપડ, પકોડી, અડદના વડા અને લાડવા જેવા પદાર્થ મૂકો. છેલ્લે ચોખા પર દેશી ઘી અને તડકા વિનાની દાળ પીરસવી. 

આ વાતોનું રાખો વિશેષ ધ્યાન

શ્રાદ્ધમાં બનનાર ભોજનમાં કોઈ એક વાનગી ચોક્કસપણે એવી બનાવવી જોઈએ કે જે તમારા પિતૃને પસંદ હતી.

શ્રાદ્ધનું ભોજન પીરસતી વખતે મનમાં ભેદભાવની ભાવના બિલકુલ ના રાખવી.

જ્યાં સુધી શ્રાદ્ધ વિધિ પૂરી ન થઈ જાય ત્યાં સુધી ઘરના નાના બાળકો, મહેમાન કે કોઈ પણ અન્ય સભ્યને અન્ન ન આપો. 


Google NewsGoogle News