Janmashtami 2024: લડ્ડુ ગોપાલને નમકીન અને બિસ્કિટનો ભોગ ધરાવવો જોઈએ કે નહીં, જાણો નિયમ
Image: Wikipedia
Laddu Gopal Puja: શ્રીકૃષ્ણના ઘણા ભક્ત તેમના લડ્ડુ ગોપાલ સ્વરૂપની સેવા અને પૂજા કરે છે. ભક્ત ભગવાનના લડ્ડુ ગોપાલ સ્વરૂપની સેવા બિલકુલ એક બાળકની જેમ કરે છે. તેમને સમયસર ઉઠાડવા અને સૂવડાવવાથી લઈને સમયસર ભોગ લગાવવાના નિયમનું પણ પૂરતું ધ્યાન રાખે છે. અમુક ભક્ત બાળકોની જેમ પ્રભુના લડ્ડુ ગોપાલ સ્વરૂપને નમકીન અને બિસ્કિટનો ભોગ ધરાવે છે. જોકે ઘણા ભક્તોના મનમાં આ મુદ્દે શંકા પણ રહે છે. આ વિશે નિયમ શું કહે છે તે જાણવું જરૂરી છે કેમ કે ભગવાનની સેવામાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં.
લડ્ડુ ગોપાલને બિસ્કિટનો ભોગ
નિયમ અનુસાર લડ્ડુ ગોપાલને નમકીન વ્યંજનો અને બિસ્કિટનો ભોગ લગાવી શકાય છે. તેમાં કોઈ તકલીફ નથી. બસ ધ્યાન રાખવું જરૂરી છે કે તેમને અર્પણ કરાયેલી તમામ વસ્તુઓ શુદ્ધ અને સાત્વિક હોય.
ભેળસેળનું ધ્યાન રાખવું
લડ્ડુ ગોપાલને બિસ્કિટનો ભોગ લગાવ્યા પહેલા બજારમાંથી લાવવામાં આવેલા પેકેટને ધ્યાનથી વાંચવું જોઈએ. એ વાતનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાં કોઈ એવી વસ્તુ તો નથી જેને પ્રભુને અર્પણ કરવી વર્જિત છે. ભેળસેળયુક્ત વસ્તુઓને ભોગ તરીકે અર્પણ કરવાથી બચવું જોઈએ.
શું છે વર્જિત
નમકીન વ્યંજનો અને બિસ્કિટનો ભોગ લડ્ડુ ગોપાલને ધરાવવામાં કોઈ તકલીફ નથી પરંતુ તેમાં અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા એ જોઈ લેવું જોઈએ કે સામગ્રીને તૈયાર કરવામાં લસણ, ડુંગળી જેવી વર્જિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય. લસણ, ડુંગળીને સાત્વિક માનવામાં આવતાં નથી અને પૂજા-પાઠ માટે તેનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે.
ઘરે બનાવવામાં આવેલી વાનગી
લડ્ડુ ગોપાલને ભોગ અર્પણ કરવા માટે ઘરે સંપૂર્ણ શુદ્ધતાથી તૈયાર કરવામાં આવેલા વ્યંજન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરમાં શુદ્ધતાથી તૈયાર કરવામાં આવેલા નમકીન વ્યંજનો કે બિસ્કિટથી લડ્ડુ ગોપાલને ભોગ ધરાવવામાં કોઈ તકલીફ નથી. નિયમથી સ્પષ્ટ છે કે લડ્ડુ ગોપાલને બિસ્કિટનો ભોગ ધરાવવામાંકોઈ તકલીફ નથી. અમુક બાબતોનું ધ્યાન રાખીને તેમને ભોગમાં બિસ્કિટ ધરાવવામાં આવી શકે છે.