Margashirsha Month 2023: જાણો ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય માગશર મહિનાનું મહત્વ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 21 નવેમ્બર 2023 મંગળવાર
કારતક પૂનમ બાદ માગશર મહિનો શરૂ થઈ જાય છે. જેને હિંદુ કેલેન્ડરમાં નવમો મહિનો માનવામાં આવે છે. માગશર મહિનાની પૂનમ તિથિ પર ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે. તેથી તેનું નામ માગશર પડ્યુ. આ મહિનામાં શ્રીકૃષ્ણનો વિશેષ પ્રભાવ રહે છે.
માન્યતા છે કે જે માગશર મહિનામાં કાન્હાની પૂજા કરે છે તેઓ સમસ્ત સુખોને ભોગીને મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ તે જ પાવન મહિનો છે જેમાં શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતા.
માગશર મહિનાનું મહત્વ
શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર આ શ્રીકૃષ્ણનો મનપસંદ મહિનો છે. बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम्। मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकर - અર્થાત- હુ સામોમાં બૃહત્સામ, છંદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ છુ. આ શ્લોકના માધ્યમથી શ્રીકૃષ્ણએ સ્વયંને માગશર મહિનો ગણાવ્યા છે.
માગશર મહિનામાં શું કરવુ
શંખ પૂજનનો લાભ
અગ્રહાયણ મહિનામાં તીર્થ સ્નાન કરવાથી પુણ્ય મળે છે અને દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થાય છે. સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિનું લાંબુ આયુષ્ય અને સારુ આરોગ્ય આપનારુ છે. આ મહિનામાં શંખ પૂજનનું વિશેષ મહત્વ છે. સાધારણ શંખને શ્રીકૃષ્ણને પંચજન્ય શંખ સમાન સમજીને તેમની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ધન, સંતાન સુખ માટે
માગશર મહિનામાં સંતાન પ્રાપ્તિ અને ભૌતિક સુખ મેળવવા માટે कृं कृष्णाय नम: મંત્રનો જાપ 108 વખત કરો. તમે ऊँ नमो भगवते गोविन्दाय, ऊँ नमो भगवते नन्दपुत्राय या ऊँ कृष्णाय गोविन्दाय नमो नम: મંત્રનો જાપ પણ કરી શકો છો. કપૂર સળગાવો અને તુલસીની પરિક્રમા કરો. તેનાથી તમામ મનોકામના પૂરી થશે.