વાસ્તુ : જાણો, કેવી રીતે જીવન બદલી શકે છે તવો અને કઢાઇ?
- રસોડામાં સવાર-સાંજ વપરાશમાં લેવાતા તવા, કઢાઇને હંમેશા સ્વચ્છ રાખો
નવી દિલ્હી, તા. 09 જુલાઇ 2020, ગુરુવાર
રસોડામાં દરરોજ સવાર-સાંજ ઉપયોગમાં લેવાતા તવા અને કઢાઇની અસર તમારા ગ્રહો પર પણ પડે છે. તવા અને કઢાઇ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં રસોઇમાં આ બંનોનો ઉપયોગ કરવાની પદ્ધતિ તમારા જીવન પર પણ અસર કરી શકે છે. જ્યોતિષ અનુસાર પોતાનું રસોડું સ્વચ્છ રાખો. જો ગંદા તવા અને ગંદી કઢાઇને વપરાશમાં લેવાથી તેની સીધી અસર પતિ પર પડે છે. તેના પ્રભાવથી પતિ અને બાળકોને પરેશાની થઇ શકે છે. તેની પાછળ વાસ્તુ દોષ જવાબદાર હોય છે.
- જો રસોડામાં ગંદકી હોય અથવા અવ્યવસ્થિત હોય તો તેનાથી ઘરના વડાને અસર થાય છે.
- વારંવાર એક જ તવા અથવા ગંદી કઢાઇને ધોયા વગર વપરાશમાં લેવાથી પરિવારના પુરુષોને નુકશાન થાય છે.
- રાત્રે જમ્યા પછી વાસણોને ધોયા વગર મુકી રાખવા યોગ્ય નથી. રાત્રે તવાને હંમેશા ધોઇને ચોખ્ખા કરીને મુકવા જોઇએ.
- જે તવો ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તેને એવી જગ્યાએ મુકો જ્યાં કોઇની નજર તેની પર ન પડે.
- જ્યાં વાસણ મુકવામાં આવે છે ત્યાં એ વાતનું ધ્યાન રાખો કે તવા અથવા કઢાઇને ઊંધી ન મુકશો. તવીને ઊંધી મુકવી અશુભ માનવામાં આવે છે.
- ગેસ બંધ કર્યા બાદ તવાને ક્યારેય પણ તેની ઉપર ન રહેવા દેશો. જ્યારે તવો ઠંડો થઇ જાય ત્યારે તેને ધોઇને વાસણના સ્ટેન્ડમાં મુકી દો.
- તવી અથવા કઢાઇ રાખવાની જગ્યા તમે રસોઇ કરતા હોય તેની જમણી બાજુ હોવી જોઇએ.
- તવી લીંબૂ અને મીઠું મિક્સ કરીને સાફ કરો. એટલે કે તવો કે કઢાઇ જેટલું ચમકશે એટલી તમારી કિસ્મત પણ ચમકશે.
- તવો અથવા કઢાઇને ક્યારેય પણ ધારદાર વસ્તુથી સાફ ન કરશો. ચોંટી ગયેલી વસ્તુને ગરમ પાણીથી સાફ કરવાનો પ્રયાસ કરો.
- ગરમ તવા પર ક્યારેય પાણી ન નાંખશો. શાસ્ત્ર અનુસાર આમ કરવાથી છન્ના કરતો અવાજ તમારા જીવનમાં મુશ્કેલીઓનો ઘોંઘાટ પેદા કરી શકે છે.
- સવારે તવા પર પહેલી રોટલી બનાવતા પહેલા તવા પર મીઠું નાંખો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ અન્ન-ધનની અછત સર્જાતી નથી. આ સાથે જ પહેલી રોટલી હંમેશા કોઇ પ્રાણી અથવા પક્ષી માટે બનાવો જેથી ઘરમાં હંમેશા અનાજનો પૂરવઠો જળવાઇ રહે.