Get The App

2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
Chandra Grahan 2025


Chandra Grahan 2025: ચંદ્રગ્રહણને જ્યોતિષમાં મહત્ત્વની ઘટના માનવામાં આવે છે. નવું વર્ષ 2025 ચંદ્રગ્રહણની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. ધાર્મિક દૃષ્ટિએ ચંદ્ર ગ્રહણની ઘટના ખૂબ જ મહત્ત્વની છે. ચંદ્ર ગ્રહણના અશુભ પડછાયામાં શુભ તેમ જ માંગલિક કાર્ય કરવાથી બચવું જોઈએ.

પ્રથમ ચંદ્રગ્રહણ

2025નું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવારે 14 માર્ચે થશે. ખગોળશાસ્ત્રીઓના મતે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.

ચંદ્રગ્રહણ કયા સમયે થશે?

આ ચંદ્રગ્રહણ સવારે 9:27થી બપોરે 3:30 વાગ્યા સુધી જોવા મળશે. ગ્રહણનો કુલ સમયગાળો 6 કલાક 3 મિનિટનો રહેશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 9 કલાક પહેલા શરુ થાય છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સુતકકાળ પણ નહીં લાગે. 

ક્યાં દેખાશે ગ્રહણ?

ચંદ્રગ્રહણ યુરોપ, આંશિક ઓસ્ટ્રેલિયા, ઉત્તર-દક્ષિણ અમેરિકા, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને એશિયા-આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. 

આ પણ વાંચો: વાંચો તમારું 04 ડિસેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

આ રાશિને અસર થશે

ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે, તેથી સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા લોકો પર તેની અસર વધુ પડશે. આ બંને પ્રકારના લોકોને આર્થિક અને પારિવારિક જીવનમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આવકના સ્ત્રોતો પ્રભાવિત થઈ શકે છે.

સાવચેતીના પગલાં

ચંદ્રગ્રહણ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ. સગર્ભા સ્ત્રીઓને ચપ્પુ, કાતર અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર 2 - image



Google NewsGoogle News