Get The App

Kharmas 2023 : કાલથી લાગી જશે ખરમાસ, આ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
Kharmas 2023 : કાલથી લાગી જશે ખરમાસ, આ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ 1 - image


Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ અને સ્થિતિની મનુષ્યના જીવન પર પણ શુભ અને અશુભ અસર થાય છે. આના આધારે શુભ અને અશુભ મુહૂર્ત પણ નક્કી કરવામાં આવે છે. હિંદી કેલેન્ડરમાં ગ્રહોની ચાલની સાથે જ મહિનો પણ બદલાઈ જાય છે અને પ્રત્યેક મહિનાનું પોતાનું ખાસ મહત્વ હોય છે. હાલ માગશર મહિનો ચાલી રહ્યો છે અને કાલે એટલે કે 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ જશે. જેને સામાન્ય બોલચાલની ભાષામાં કમુરતા પણ કહેવાય છે. જ્યારે સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરે છે તો ધન સંક્રાંતિ કહેવામાં આવે છે અને આ ખરમાસ હોય છે. હિંદુ ધર્મમાં ખરમાસ દરમિયાન 30 દિવસ સુધી શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. ખરમાસના અમુક નિયમ હોય છે જેનું પાલન કરવુ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

ખરમાસ 2023 તારીખ

હિંદુ પંચાંગ અનુસાર ખરમાસ કાલે એટલે 16 ડિસેમ્બરથી શરૂ થશે. ખરમાસ એટલે કે ધન સંક્રાંતિ પર સૂર્ય સાંજે 04.09 મિનિટ પર વૃશ્ચિક રાશિથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે અને પછી એક મહિના સુધી આ રાશિમાં રહેશે. 

ખરમાસમાં ન કરો આ કાર્ય

ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ દરમિયાન લગ્ન જેવા કાર્ય કરવામાં આવતા નથી. માન્યતા છે કે જો ખરમાસમાં લગ્ન કરવામાં આવે તો સુખ-સંપત્તિ મળતી નથી. તેથી ખરમાસમાં લગ્ન જેવા માંગલિક કાર્ય કરવાની મનાઈ કરવામાં આવે છે. આ સિવાય ખરમાસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, જનોઈ અને મુંડન જેવા કાર્ય પણ વર્જિત હોય છે. 

હિંદુ ધર્મમાં ખરમાસને માંગલિક કાર્યો માટે અશુભ માનવામાં આવે છે કેમ કે આ દરમિયાન ધન રાશિમાં સૂર્યના હોવાથી સ્થિતિઓ બગડી જાય છે. જો આ દરમિયાન તમે કોઈ શુભ કે માંગલિક કાર્ય કરો છો તો તે કાર્ય ખરાબ થઈ જાય છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો ભૂલથી પણ ખરમાસના મહિનામાં શરૂઆત ન કરો કેમ કે તેનાથી તમને નુકસાન જ થશે. માન્યતા છે કે ખરમાસના દિવસોમાં શુભ કાર્ય કરવાથી તે અશુભ ફળ આપે છે અને તેથી શુભ કાર્યોની મનાઈ કરવામાં આવે છે. 


Google NewsGoogle News