રાહુ-કેતુ સંક્રાંતિ: આગામી 18 મહિનામાં આ રાશિના લોકો પાસે રહેશે કુબેરની તિજોરીની ચાવી
Image:FreePik
નવી દિલ્હી,તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ કોઈને કોઈ સમયે પોતાની જગ્યા બદલતા રહે છે. એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરતા અનેક લોકોની દશા અને દિશા બદલાઈ જાય છે. રાહુ કેતુ પ્રપંચી ગ્રહ તરીકે ઓળખાય છે. અન્ય ગ્રહોની જેમ રાહુ અને કેતુ પણ અમુક સમય પછી અન્ય રાશિઓમાં પ્રવેશ કરતા રહે છે.
અત્રે નોંધનીય છે કે રાહુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે કેતુએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ બંને 18મી મે 2025 સુધી પોતપોતાની રાશિમાં રહેવાનો છે. આમ આગામી 18 મહિના આ ગ્રહ રાશિ પરિવર્તનની ફાયદાકારક અસર નીચે જણાવેલ ચાર રાશિઓ પર રહેવાની છે. આવો જાણીએ આ ચાર રાશિઓને થનારા બમ્પર ફાયદા વિશે.
વૃષભ :
મીન રાશિમાં રાહુનો પ્રવેશ વૃષભ રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપાર કરતા લોકો માટે રાહુનો મીન રાશિમાં પ્રવેશ આર્થિક લાભનો સંકેત આપે છે. સાથે જ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા અપાવશે.
મિથુન :
મિથુન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. વેપાર કરતા લોકોને આર્થિક લાભ થશે. આ લોકોને અચાનક પૈસા મળશે.
તુલા :
પરિણીત લોકોના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હવે દૂર થઈ જશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થવાના સંકેત છે. મીડિયા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમના ક્ષેત્રમાં અભૂતપૂર્વ લાભ મળશે.
વૃશ્ચિક :
વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સમય શરૂ થઈ ગયો છે. નોકરી કરતા લોકોને પ્રમોશન દ્વારે ઉભું છે. વિવાહિત જીવન સુખમય રહેશે. વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે.