Vastu Tips: ઘર કે ઓફિસની બહાર નેમ પ્લેટ લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ખૂબ થશે પ્રગતિ
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુની દિશા અને યોગ્ય સ્થળ વિશે જણાવવામાં આવ્યુ છે. એવી ઘણી વાતો જણાવાઈ છે કે જેમને ધ્યાનમાં રાખીને કામ કરવાથી કિસ્મત ચમકી શકે છે. ઘરમાં ખુશીઓ આવશે અને તમે જીવનમાં પ્રગતિના રસ્તા પર અગ્રેસર થશો. વાસ્તુ અનુસાર ઘરના દરેક ખૂણા અને ત્યાં મૂકેલી વસ્તુઓમાં ઉર્જા હોય છે. જે તમારા જીવનને પ્રભાવિત કરે છે. જો તમે ઘર કે ઓફિસની બહાર નેમ પ્લેટ લગાવો છો તો તેનો પ્રભાવ તમામ સભ્યો પર પડે છે. ઘણી વખત ખોટી દિશામાં લગાવેલી નેમ પ્લેટ તમારા જીવનમાં વાસ્તુ દોષ પણ પેદા કરી શકે છે. તેથી ઘર કે ઓફિસની બહાર નેમ પ્લેટ લગાવતી વખતે અમુક ખાસ વાતોનું ધ્યાન જરૂર રાખો.
ઘર કે ઓફિસમાં નેમ પ્લેટ લગાવતી વખતે કઈ વાતોનો ખ્યાલ રાખવો.
નેમ પ્લેટને ઘર કે ઓફિસના મુખ્ય દરવાજા પર લગાવવી જોઈએ.
નેમ પ્લેટને ઉચ્ચ સ્થાને જેમ કે દરવાજા ઉપર કે દિવાલના ખૂણા પર જ લગાવો.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા અને પૂર્વની દિશામાં નેમ પ્લેટ લગાવવી જોઈએ. આ દિશાઓ શુભ હોય છે.
ઉત્તર અને પૂર્વમાં નેમ પ્લેટ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
નેમ પ્લેટ પર 2 લાઈનોમાં નામ લખેલુ હોવુ જોઈએ અને આ સ્વચ્છ હોવી જોઈએ.
તમે ઇચ્છો તો તમે જમણી બાજુએ નેમ પ્લેટ પણ લગાવી શકો છો. વાસ્તુ અનુસાર આ દિશાને પણ શુભ માનવામાં આવે છે.
વાસ્તુના હિસાબે ગોળાકાર, ત્રિકોણ અને વિષમ આકારની નેમ પ્લેટ ઘર કે ઓફિસમાં લગાવવા માટે સૌથી સારી હોય છે.
નેમ પ્લેટમાં ક્યાંય કંઈક તૂટેલુ કે પછી કાણુ હોવુ જોઈએ નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે.
ઘરના વડીલની રાશિ અને તેના રંગના આધારે નેમ પ્લેટ લગાવવી શુભ માનવામાં આવે છે.
નેમ પ્લેટનો રંગ સફેદ, સામાન્ય પીળો અને કેસરિયાથી ભળતો હોવો જોઈએ.
નેમ પ્લેટ પર વાદળી, કાળા, ભૂખરા રંગનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ.
નેમ પ્લેટ પર ગણપતિ અને સ્વસ્તિકનું ચિહ્ન બનેલુ હોય તો તેને શુભ માનવામાં આવે છે.
આજકાલ લોકો લાકડાની નેમપ્લેટ લગાવે છે. આ સિવાય તાંબુ, સ્ટીલ કે પિત્તળની નેમ પ્લેટ પણ શુભ માનવામાં આવે છે.