Vastu Tips: ઘરમાં પિતૃઓની તસવીર લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન નહીંતર લાગશે પિતૃ દોષ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
Vastu Tips: ઘરમાં પિતૃઓની તસવીર લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન નહીંતર લાગશે પિતૃ દોષ 1 - image


                                                     Image Source: Freepik

અમદાવાદ, તા. 04 ઓક્ટોબર 2023 બુધવાર

પિતૃ પક્ષ 14 ઓક્ટોબર 2023 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન પિતૃઓને યાદ કરીને તેમનું શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. માન્યતા છે કે પિતૃ પ્રસન્ન થાય તો સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પિતૃ નારાજ થાય તો પિતૃ દોષ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં પિતૃ પક્ષ સાથે જોડાયેલા નિયમ જણાવાયા છે જેનું પાલન કરવાનું જરૂરી માનવામાં આવે છે. વાસ્તુમાં પૂર્વજોની તસવીર લગાવવાની પણ ખાસ દિશા જણાવાઈ છે.

પિતૃઓની તસવીર સાથે જોડાયેલા નિયમ

પૂર્વજોની યાદમાં ઘણી વખત આપણે તેમની તસવીર ઘરમાં લગાવીએ છીએ. ઘણા લોકો પોતાના ઘરના વૃદ્ધોની તસવીર દેવી-દેવતાઓની તસવીરને સાથે લગાવે છે જેથી તેમની પર તેમના આશીર્વાદ રહે. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. ક્યારેય પણ પિતૃઓની તસવીર ભગવાનની તસવીરની સાથે લગાવવી જોઈએ નહીં. 

વાસ્તુ અનુસાર ઘરના બેડરૂમ, સીડીઓ અને રસોઈ ઘરના સ્થાને પણ પિતૃઓની તસવીર લગાવવી જોઈએ નહીં. માન્યતા છે કે તેનાથી ઘરમાં કંકાશ થાય છે. ઘરની વચ્ચોવચ પિતૃઓની તસવીર લગાવવાથી માન-સન્માનને હાનિ પહોંચે છે. તેનાથી પિતૃ દોષ પણ લાગે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પિતૃઓની તસવીર ક્યારેય પણ એવા સ્થાને ન લગાવવી જોઈએ જ્યાં તમારી નજર વારંવાર પડતી હોય. માન્યતા છે કે તેનાથી તમને માનસિક મુશ્કેલી પેદા થઈ શકે છે.

પિતૃઓની તસવીર ક્યારેય પણ પરિવારના ફોટો સાથે ન લગાવવી. વાસ્તુ અનુસાર ઘરના જીવિત લોકોની સાથે પિતૃઓની તસવીર લગાવવી અશુભ હોય છે. માન્યતા છે કે જે જીવિત વ્યક્તિની સાથે પિતૃઓની તસવીર લાગેલી હોય છે, તેમના જીવન પર તેની નકારાત્મક અસર પડે છે.

ઉત્તર અને પૂર્વ દિશામાં પણ પૂર્વજોની તસવીર લગાવવી જોઈએ નહીં. આને ભગવાનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પિતૃઓની તસવીર લગાવવાથી દેવી-દેવતા નારાજ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે પૂજા ઘરની દિવાલ પર પણ પિતૃઓની તસવીર લગાવવી જોઈએ નહીં. આ તસવીરને લગાવવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ઘરમાં પિતૃઓની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. આ દિશાને યમરાજની સાથે પિતૃઓની પણ દિશા માનવામાં આવે છે. તમે ઘરના હોલ કે મુખ્ય બેઠકની દક્ષિણ દિશામાં પિતૃઓની તસવીર લગાવી શકો છો.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પિતૃઓની તસવીર લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે તેમની પૂજા પણ હંમેશા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં થવી જોઈએ.


Google NewsGoogle News