Vastu Tips: ઘરના મંદિરમાં રાખો આ છોડના મૂળ, આ 6 લાભ સહિત જળવાઈ રહેશે સુખ-સમૃદ્ધિ
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર 2023 શનિવાર
હિંદુ ધર્મમાં તુલસીના છોડને સૌથી પવિત્ર છોડ પૈકીનો એક માનવામાં આવે છે. તુલસીના છોડને ઘરમાં લગાવવાથી સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે સાથે જ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે. તુલસીના છોડના દરેક ભાગના ધાર્મિક દ્રષ્ટિથી ઘણા પ્રકારના ઉપયોગ છે. તુલસીના મૂળને જો ઘરના મંદિરમાં રાખવામાં આવે તો તેનાથી ધનની અછત દૂર થાય છે સાથે જ વ્યક્તિની ગ્રહ દશામાં સુધારો જોવા મળે છે.
નવગ્રહ દોષથી મળશે મુક્તિ
શનિની સાથે જો કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ છે તો ઘરના મંદિરમાં તુલસીના મૂળિયાને જરૂર રાખો. દરરોજ સ્નાન કરીને તુલસીના મૂળિયાની પૂજા જરૂર કરો.
ઘરમાં થશે પ્રગતિ
જો વ્યક્તિને એ અહેસાસ થાય કે તેના ઘરમાં પ્રગતિ આવવામાં કોઈ અવરોધ આવી રહ્યો છે તો તુલસીના મૂળિયાને લાલ વસ્ત્રમાં લપેટીને ઘરના મંદિરમાં મૂકી દો.
નકારાત્મકતા દૂર થશે
જો ઘરમાં એ અહેસાસ થાય કે કોઈ નેગેટિવ એનર્જી છે તો તુલસીના મૂળિયાની માળા ઘરના મંદિરમાં રાખો. તેનાથી નકારાત્મકતા દૂર થશે.
ગ્રહોની દશામાં સુધારો લાવે છે
ગ્રહોની દશા અને દિશા બંનેમાં સુધારો જોવા ન મળે તો તુલસીના મૂળિયાના તાવિજ બનાવીને ઘરમાં રાખો. આવુ કરવાથી જીવનમાં સફળતા મળવા લાગશે.
ઘરના કંકાસને દૂર કરે છે
જો વ્યક્તિ ઘરમાં થનારા દરરોજના ઝઘડાથી પરેશાન છે તો પીળા વસ્ત્રમાં તુલસીના મૂળિયાને બાંધીને રાખી દો. આવુ કરવાથી ક્લેશ થશે નહીં.
માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે
ઘરના મંદિરમાં તુલસીના મૂળિયાને લાલ વસ્ત્રમાં બાંધીને મૂકી દો. દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ રહે છે.