ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતા નથી કાશ્મીરી પંડિત, જાણો રસપ્રદ કારણ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતા નથી કાશ્મીરી પંડિત, જાણો રસપ્રદ કારણ 1 - image


                                                              Image Source: Twitter

શ્રીનગર, તા. 21 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર

સમગ્ર દેશમાં ભગવાન ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવના અંતિમ દિવસે ભગવાન ગણેશની પ્રતિમાને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે અને વિસર્જન કરવામાં આવે છે. આ દિવસે અમુક લોકો નવા કપડા પહેરે છે, લોકો રંગોથી રમે છે અને ગણપતિ બાપ્પા મોરિયાની ગૂંજથી સ્થાનિક ઘાટ ભરાઈ જાય છે, પરંતુ કાશ્મીરી પંડિત ભગવાન ગણેશની પ્રતિમાનું વિસર્જન કરતા નથી. જાણો તેની પાછળ શું કારણ છે અને ગણેશ ઉત્સવને લઈને કાશ્મીરી પંડિત સમાજની શું માન્યતા છે.  

કાશ્મીરી પંડિત ભગવાન ગણેશજીને એટલા માટે વિસર્જિત નથી કરતા કેમ કે જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય છે ત્યારે કાશ્મીરી પંડિતોના કુળદેવીના દિવસ ચાલતા હોય છે એટલે કે માતા કા દિન ચાલતા હોય છે. દરમિયાન ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ ગણેશજીને સ્થાન પર જ મૂકી દેવામાં આવે છે અને 10 દિવસ બાદ પણ તેમનું વિસર્જન કરવામાં આવતુ નથી.

કાશ્મીરી પ્રસાદને 'રોઠ' કહેવામાં આવે છે

પૂજાના સ્થળે એક કળશમાં ફૂલ નાખીને તેનું જ વિસર્જન કરવામાં આવે છે. તે દિવસોને કાશ્મીરીમાં 'પન' કહેવામાં આવે છે અને કાશ્મીરી પ્રસાદને 'રોઠ' કહેવામાં આવે છે, જે ગણેશ ઉત્સવના દિવસોમાં ચઢાવવામાં આવે છે. પહેલા આ પ્રસાદને માતાના ત્યાં મૂકવામાં આવે છે અને પછી ભક્તોને અને પાડોશીઓને વહેંચવામાં આવે છે. 


Google NewsGoogle News