Get The App

કરવા ચોથ પર આ શુભ રાજયોગ વધારશે પતિનું નસીબ, આ રાશિના જાતકોને થશે ધનવર્ષા

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
કરવા ચોથ પર આ શુભ રાજયોગ વધારશે પતિનું નસીબ, આ રાશિના જાતકોને થશે ધનવર્ષા 1 - image


નવી દિલ્હી,તા. 30 ઓક્ટોબર 2023,સોમવાર 

વર્ષ 1 નવેમ્બર, 2023ના રોજ કડવા ચોથનું વ્રત ઉજવવામાં આવશે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે કડવા માતાની પૂજા-અર્ચના કરે છે. તેમજ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

આ વખતે કરવા ચોથ પર ગ્રહોનો ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ વખતે ચંદ્ર વૃષભ રાશિમાં હશે અને શશિ રાજયોગ બનાવશે.તેમજ મંગળ અને બુધ અને સૂર્ય તુલા રાશિમાં બિરાજમાન છે. સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગ રચી રહ્યા છે, જ્યારે મંગળ અને સૂર્ય મળીને મંગલાદિત્ય યોગ રચી રહ્યા છે. આ વખતે કરવા ચોથના અવસર પર શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેની અસર પતિ-પત્નીના સંબંધો પર પડશે.તો જાણીએ આ વખતે કોણ છે ભાગ્યશાળી?

મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે કરવા ચોથનો દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ દિવસે આ રાશિના લોકોના પ્રેમ સંબંધો સારા રહેશે. ગ્રહોના શુભ સંયોગથી મેષ રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ દૂર થશે. તમારા કોઇ લાંબા સમયથી પેન્ડિંગ કામ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે. વેપારીઓને પણ ફાયદો થશે તેમજ નાણાકીય લાભો થઇ શકે છે. પરિવારમાં તમારું સન્માન થશે. સમાજમાં માન-સન્માન વધશે.

વૃષભ 

આ યોગથી વૃષભ રાશિના લોકોના વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ મળશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનવાના છે. તમે તમારા જીવનસાથીની મદદથી જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે.

માતા લક્ષ્મીની કૃપાથી આ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમયગાળા દરમિયાન, કોઈને આપેલી લોન પરત કરી શકાય છે. આ સમયે તમારા અટકેલા કામ પૂરા થશે. તમને તમારી કારકિર્દીમાં નવી અને શુભ તકો મળશે.

કર્ક

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી આ રાશિના જાતકોને રાજયોગથી ફાયદો થવાનો છે. આ રાશિના લોકોના પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. તમારે કોઇ નવા કાર્યની શરુઆત કરવી હોય તો તમે કરી શકો છો. જે તમને વધુ સારા પરિણામો આપશે. 

કન્યા

કન્યા રાશિના જાતકોને આ સમયે વિવાહિત જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી જોવા મળી રહી છે. અચાનક આર્થિક લાભ થઇ શકે છે. વેપારમાં સારો નફો મળશે.જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય નોકરીની આશા પણ દેખાઇ રહી છે. 

મકર 

મકર રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઇ જશે. જીવનમાં સુખ અને શાંતિ આવશે. તેમજ પતિ-પત્નીના સંબંધોમાં પરસ્પર સંવાદિતા વધશે. તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. એટલું જ નહીં, તમને આવકના નવા સ્ત્રોત મળશે. નોકરીની તકો પણ દેખાઇ રહી છે. 


Google NewsGoogle News