ક્યારે છે કરવા ચોથ? જાણીલો તારીખ, મુહૂર્ત, પૂજા-વિધી અને ચંદ્રોદયનો સમય
કરવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષની ચોથના દિવસે રાખવામાં આવે છે
આ વ્રત પત્નિ તેના પતિના લાંબા આયુષ્ય માટે રાખતી હોય છે.
Image Twitter |
તા. 8 ઓક્ટોબર 2023, રવિવાર
ભારતમાં વિવિધ ધર્મમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે અને તેમા ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કરવા ચોથનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કરવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષની ચોથના દિવસે રાખવામાં આવે છે. આ વ્રત પત્નિ તેના પતિના લાંબા આયુષ્ય માટે રાખતી હોય છે. આ વ્રતમાં સુર્યોદયથી સુર્યોસ્ત સુધી મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે. પછી ચંદ્ર નિકળ્યા પછી વ્રત પુરુ થાય છે. આવો આ વ્રતનું શુભ મુહૂર્ત, તારીખ અને ચંદ્રોદયનો સમય જાણીએ.
ક્યારે છે કરવા ચોથ..
દર વર્ષે કરવા ચોથનું વ્રત કારતક મહિનાના કૃષ્ણ પક્ષમા રાખવામા આવતું હોય છે. તો આ વર્ષે આ વ્રત 1 નવેમ્બરના રોજ રાખવામા આવશે. વ્રતનો ટાઈમ બુધવારના રોજ તારીખ 1 નવેમ્બરે સવારે 6.35થી રાત્રિના 8.26 સુધી રહેશે.
કરવા ચોથનું મુહૂર્ત
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની શરુઆત રાત્રિના 9.30 થી 31, ઓક્ટોબર 2023થી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની સમાપ્તિ રાત્રિ 9.19, 1 નવેમ્બર 2023 સુધી.
પૂજા માટે શુભ મુહૂર્ત 1 નવેમ્બર સાંજે 5.44 થી રાત્રિના 7.02 સુધી
કડવો ચોથ પર ચંદ્ર નિકળવાનો સમય 1 નવેમ્બરના રોજ રાત્રિ 8.26 સુધી
કરવા ચોથની વિધિ
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી ઘરનું મંદિરની સાફ સફાઈ કરવી. દરેક દેવી-દેવતાઓની વિધિવત પુજા કરવી. ત્યાર બાદ કરવા ચોથનો સંકલ્પ કરવો. સંધ્યા સમયે શુભ મુહૂર્તમાં વ્રત કથાનો પાઠ કરવો. પછી ચંદ્રમાંની પૂજા કરી ચંદ્રમાના દર્શન કરવા અને અર્ધ્ય આપવું. તે પછી પતિને ચારણીમાં જોઈ આરતી ઉતારવી. પછી પતિ દ્વારા પત્નિને પાણી પીવડાવીને વ્રતને પુરુ કરવામાં આવે છે.