કરવા ચોથ: પત્નીને ગિફ્ટમાં આ વસ્તુ ના આપશો નહીં તો સંબંધમાં આવી જશે ખટાશ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
કરવા ચોથ: પત્નીને ગિફ્ટમાં આ વસ્તુ ના આપશો નહીં તો સંબંધમાં આવી જશે ખટાશ 1 - image


નવી દિલ્હી,તા. 1 નવેમ્બર 2023, બુધવાર 

કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.  કરવા ચોથનો તહેવાર પતિ-પત્ની વચ્ચેના પવિત્ર સંબંધ, પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કરવા ચોથનું ખૂબ મહત્વ છે. કેલેન્ડર અનુસાર, આ તહેવાર દર વર્ષે આસો વદ ચોથના દીવસે  ઉજવવામાં આવે છે.

આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે. આ તહેવારમાં ચંદ્રનું ખૂબ મહત્વ છે. મહિલાઓ દિવસભર ઉપવાસ રાખે છે અને સાંજે પૂજા પછી ચંદ્રના દર્શન કર્યા પછી જ ઉપવાસ તોડે છે. 

આ દિવસે પુરુષો તેમની પત્નીઓને ખુશ કરવા માટે તેમને ભેટ આપે છે. હા, અને તમારા જીવનસાથીને ભેટ આપવી એ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે.  

કરવા ચોથના આ ખાસ અવસર માટે ભેટ પણ વિશેષ અને શુભ હોવી જોઈએ. અજાણતામાં તમારી પત્નીને એવી કોઈ ભેટ ન આપો, જેનાથી તમારા લગ્ન જીવન પર નકારાત્મક અસર પડે. 

આવી સ્થિતિમાં જો તમે તમારી પત્નીને કરવા ચોથ પર ભેટ આપવાનું વિચાર્યું છે, તો આ વસ્તુઓ ગિફ્ટ ન કરવી.

કડવા ચોથ પર પત્નીને આ ભેટ ન આપોઃ

કાળા રંગના કપડાં

એવી માન્યતા છે કે કાળો રંગ પહેરવાથી કે તેનો ઉપયોગ કરવાથી અશુભ વાતાવરણ સર્જાય છે.  સનાતન ધર્મમાં શુભ કાર્યો માટે કાળા રંગના કપડાં કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાની મનાઈ છે.

સફેદ રંગ

હિંદુ રીતિ-રિવાજ મુજબ, જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે સફેદ કપડા પહેરવામાં આવે છે. વાસ્તવમાં, સનાતન ધર્મના નિયમોમાં સ્પષ્ટ છે કે, પરિણીત સ્ત્રી માટે સફેદ રંગ અશુભ છે અને તેણે તેને ન પહેરવો જોઈએ અને ન તો તેને ભેટ તરીકે લેવો જોઈએ.  જો કે, આજકાલ લોકો ટ્રેન્ડ ખાતર સફેદ રંગની સાડી કે આઉટફિટ ગિફ્ટ કરે છે, જોકે આ ખોટું છે.  

એવું કહેવાય છે કે તીક્ષ્ણ વસ્તુઓ સંબંધોમાં કડવાશ લાવી શકે છે અને તેથી ઝઘડાઓ તરફ દોરી જાય છે.  આ કારણથી કરવા ચોથ પર તમારી પત્નીને તીક્ષ્ણ અથવા ધારદાર હોય એવું કંઈપણ ભેટ ન આપો. તમારી પત્નીને આવી ભેટ આપવાનું ટાળો.


Google NewsGoogle News