કારતક પૂનમના દિવસે તુલસી સાથે જોડાયેલી આ ભૂલો ન કરતા નહીંતર માતા લક્ષ્મી થઈ જશે નારાજ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 27 નવેમ્બર 2023 સોમવાર
હિંદુ પંચાંગ અનુસાર, કારતક મહિનાની પૂનમ તિથિએ કારતક પૂનમનો તહેવાર મનાવવામાં આવે છે.
કારતક પૂનમના દિવસે જ દેવ દિવાળી અને ગુરૂ નાનકનો તહેવાર પણ મનાવવામાં આવે છે. આ વખતે કારતક પૂનમ 27 નવેમ્બર, સોમવારે મનાવવામાં આવશે.
કહેવાય છે કે આ દિવસે દેવ સ્વર્ગથી ઉતરીને પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.
માન્યતા છે કે કારતક પૂનમના દિવસે માતા તુલસીની ઉપાસના કરવી જોઈએ, આવુ કરવાથી શ્રીહરિ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
કારતક પૂનમના દિવસે તુલસી સાથે જોડાયલી આ ભૂલો ન કરવી
કહેવાય છે કે શ્રીહરિને તુલસી સૌથી વધુ પ્રિય હોય છે તેથી પૂનમના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં.
પૂનમનો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ માટે ખાસ માનવામાં આવે છે. તેથી આ દિવસે તુલસીની આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી રાખવી જોઈએ નહીં.
પૂનમના દિવસે એ વાતનું ધ્યાન રાખો કે તુલસીનું પૂજન કરતી વખતે કાળા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં.
તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે તેથી આ દિવસે છોડની આસપાસ જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ. આવુ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.