કૈલાસ માનસરોવર દર્શન કરવા જવુ મુશ્કેલ નહી રહે, હવે ભારતમાં સંભવ થઈ શકશે.
હવે ભારતમાં એક એવા સ્થાન વિશે બતાવવામાં આવ્યું છે કે, જ્યાથી તમે સીધા કૈલાસ પર્વતના દર્શન કરી શકો છો.
Image Envato |
તા. 4 જુલાઈ 2023, મંગળવાર
કૈલાસ માનસરોવરને ભગવાન શિવનું ઘર માનવામાં આવે છે. એક મોટો વર્ગ છે કે જે કૈલાસ માનસરોવરની યાત્રા કરવા ઈચ્છતો હોય છે. અત્યારે ભારતથી સીધીા કૈલાસ માનસરોવર જવાનો રસ્તો બંધ છે. અને ચીનના રસ્તે કૈલાસ માનસરોવર જઈ શકાય છે. અને ચીનથી માનસરોવર જવા માટે ચીનના કેટલાક નિયમો પણ પાળવા પડે છે. પરંતુ હવે ભારતમાંથી કૈલાસ માનસરોવર દર્શન કરવા જવુ મુશ્કેલ નહી રહે, હવે ભારતમાં સંભવ થઈ શકશે.
કોણ જઈ શકે છે કૈલાસ
કૈલાસ માનસરોવરની અધિકૃત વેબસાઈટ પ્રમાણે માત્ર ભારતીય નાગરિક જ ભારતથી યાત્રા કરી શકે છે. અને તેમા દરેક યાત્રી પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા 6 મહિના સુધીના અવધિવાળો પાસપોર્ટ હોવો જરુરી છે.અને તેની ઉંમર 70 વર્ષથી ઓછી હોવી જોઈએ. વિદેશી નાગરિક અરજી કરી શકતો નથી.
હવે ક્યાથી કરી શકાશે દર્શન
આ બાબતે મળતી માહિતી પ્રમાણે હવે ભારતમાં એક એવા સ્થાન વિશે બતાવવામાં આવ્યું છે કે, જ્યાથી તમે સીધા કૈલાસ પર્વતના દર્શન કરી શકો છો. જેમા તમારે ચીન જવાની જરુર નહી પડે. આ જગ્યા ઉત્તરાખંડથી પિથોરાગઢ જીલ્લામાં આવેલા લિપુલેખ પહાડો પર છે. આ જગ્યાને લઈને દાવો કરવામાં આવે છે કે અહીથી સીધા કૈલાસ પર્વતના દર્શન કરી શકાશે. અને આ જગ્યા પરથી કૈલાસ પર્વત 50 કિલોમીટર દુર છે. એટલે કે ઉત્તરાખંડથી 50 કિલોમીટર દુરથી પર્વતને સીધો જોઈ શકાશે.