ખર્ચો વધશે, બનતા કામ બગડશે: ગુરુ ગોચરના કારણે આ 4 રાશિના જાતકો પર પડશે નકારાત્મક અસર
Image Source: Twitter
Guru Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને સુખ, સૌભાગ્ય, વૈવાહિક સુખ, સંપત્તિ, જ્ઞાન અને ગુરુનો કારક માનવામાં આવે છે. તેથી ગુરુ ગ્રહને શુભ ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવે છે. પરંતુ મે મહિનામાં ગુરુ ગ્રહનું ગોચર 4 રાશિના લોકોને અશુભ પરિણામો આપી શકે છે. જાણો કઈ રાશિના જાતકો પર તેની નકારાત્મક અસર પડશે.
મિથુન રાશિ
ગુરુ ગોચર કરીને મિથુન રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે. આ ગોચરથી મિથુન રાશિના જાતકો નકારાત્મક વિચારોથી પરેશાન રહી શકે છે. ધ્યાન અને યોગ દ્વારા પોતાને સકારાત્મક રાખવાનો પ્રયાસ કરવો. ઘણી મુસાફરી કરવી પડશે. ખર્ચ વધશે. તમારા જીવનસાથી સાથે તાલમેલ બનાવવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું ગોચર જવાબદારીઓનો બોજ લાવશે. કામના કારણે તમે દબાણમાં રહેશો. યોજનાઓ કાળજીપૂર્વક બનાવવી. ખર્ચ અને આવક પ્રત્યે પણ સતર્ક રહેવું. કામમાં બેદરકારી ન દાખવવી.
આ પણ વાંચો: ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને કરિયર સાથે સબંધિત તક મળી શકે છે. આ તક ઝડપી લેવી નહીંતર પાછળથી પસ્તાવું પડશે. સીનિયર્સ સાથે વાત કરતી વખતે સાવધાન રહેવું. બજેટ પ્રમાણે ખર્ચ કરવો નહીંતર નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને આ સમય લાભ પણ આપશે અને નુકસાન પણ આપશે. જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને સફળતા મળી શકે છે. ઉદ્યોગપતિઓએ વિચારપૂર્વક પોતાનો વ્યવસાય વધારવો જોઈએ નહિંતર આ સમયે નુકસાન થઈ શકે છે.