નોકરીની તકો, સેલેરી વધશે...: આ 4 રાશિના જાતકો માટે આગામી 70 દિવસ અત્યંત શુભ
Image: Freepik
Guru Margi 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ રીતે 12 વર્ષમાં ગુરુ 12 રાશિઓનું ચક્ર પૂરું કરે છે. અત્યારે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં છે. તે મે મહિનામાં રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી લોકોના જીવન પર મોટી અસર પડશે પરંતુ નવેમ્બર 2024થી ગુરુ વક્રી હતા અને હવે 4 ફેબ્રુઆરીથી ગુરુ માર્ગી થઈ ગયા છે. વૃષભ રાશિમાં ગુરુનું માર્ગી થવું મોટો ફેરફાર છે. ગુરુ આગામી થોડા દિવસો સુધી માર્ગી જ રહેશે. સાથે જ ગુરુ-શુક્ર 14 મે સુધી એકબીજાની રાશિમાં રાશિ પરિવર્તન યોગનું નિર્માણ કરશે. જેનાથી અમુક રાશિઓને લાભ થશે.
વૃષભ રાશિ
ગુરુના માર્ગી થવાથી વૃષભ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક સ્થિતિ શ્રેષ્ઠ થશે. સેલેરી વધશે. રોકાયેલું ધન પાછું મળી શકે છે. રોકાણ કરવા માટે આ સમય ખૂબ શુભ માનવામાં આવી રહ્યો છે. વેપારી લોકોની કિસ્મત ચમકશે. મનપસંદ નોકરી મળી શકે છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રીએ બની રહ્યો છે મહાસંયોગ, મિથુન-મેષ સહિત 3 રાશિના જાતકોને થશે લાભ
કન્યા રાશિ
ગુરુની સીધી ચાલ કન્યા રાશિના જાતકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત કરી દેશે. તમારી સેલેરીમાં વધારો થશે. ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. પાર્ટનરશિપથી લાભ થશે.
વૃશ્ચિક રાશિ
ગુરુનું માર્ગી થવું વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું સાબિત થશે. તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો ખર્ચ કરવા પર કાબૂ રાખવામાં આવે તો જૂના દેવાથી પણ રાહત મેળવી શકો છો.
મીન રાશિ
મીન રાશિના સ્વામી ગુરુ છે અને ગુરુનું માર્ગી થવું મીન રાશિના જાતકોને વિશેષ લાભ થશે. કોઈ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. શેર બજારમાં કરવામાં આવેલા રોકાણથી તમને લાભ થશે. જીવનમાં ખુશીઓ રહેશે.