Get The App

20 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે જયા એકાદશી વ્રત, જાણો પૂજા પદ્ધતિ અને મહત્વપૂર્ણ નિયમો

જયા એકાદશીના વ્રતનું પાલન કરવાથી ભક્તને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલુ ફળ મળે છે.

ઉપવાસ કરો કે ન કરો, પરંતુ ચોખાનું સેવન બિલકુલ ન કરશો.

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
20 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે જયા એકાદશી વ્રત, જાણો પૂજા પદ્ધતિ અને મહત્વપૂર્ણ નિયમો 1 - image


jaya ekadashi 2024 : હિન્દુ પંચાંગ મુજબ માઘ મહીનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને જયા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે જ્યા એકાદશી વ્રત 20 ફેબ્રુઆરી, મંગળવાર એટલે કે આજે છે. જયા એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે. જેનો ઉલ્લેખ પદ્મ પુરાણાં કરવામાં આવ્યો છે.

જયા એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિ- વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી પર પૂજા કરવાનું શુભ મુહૂર્ત 20 ફેબ્રુઆરીની સવારે 9.45 કલાકથી બપોરના 2 વાગ્યા સુધી છે. 

એકાદશી તિથિના સૂર્યોદયથી દ્વાદશી તિથિના સૂર્યોદય સુધી તમામ એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. એકાદશી વ્રતનું પારણુ બારસની તિથિના સુર્યોદય પછી જ કરવામાં આવે છે. જયા એકાદશી વ્રતના પારણાનો સમય 21મી ફેબ્રુઆરીના રોજ સવારે 06.55 થી 09.11 સુધીનો છે. સ્નાન કર્યા પછી સામાન્ય પૂજા કરીને ઉપવાસ તોડી શકાય. 

પદ્મ પુરાણ મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ પાંડુ પુત્ર યુધિષ્ઠિરને એકાદશી તિથિનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે આ વ્રત કરે. પદ્મ પુરાણ મુજબ જયા એકાદશી પ્રાણીના આ જન્મ તથા પૂર્વ જન્મના સમસ્ત પાપોનો નાશ કરવામાં ઉત્તમ તિથિ છે. શાસ્ત્રો પ્રમાણે જે લોકો જ્યા એકાદશીનું વ્રત કરે છે તેમને પ્રાણીને ક્યારે પિશાચ અથવા ભૂત-પ્રેતની દુનિયામાં પ્રવેશ કરવો પડતો નથી અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

જયા એકાદશીના ઉપવાસ અને પૂજાનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ દરેક પ્રકારનું દાન કરે છે. આ વ્રતનું પાલન કરવાથી ભક્તને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા જેટલુ ફળ મળે છે.

જયા એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, ચંદન, જનોઈ, સુગંધ, ચોખા, ફૂલ, તલ, ધૂપ, નૈવેદ્ય, મોસમી ફળ, સોપારી, નારિયેળ અર્પણ કરવા જોઈએ. તુલસી પણ અર્પિત કરો, પરંતુ એ યાદ રહે કે તેના પાંદડા આગળના દિવસે તોડી લેવા. અને ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ પણ ન કરતાં.

જો તમે જયા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો દશમી તિથિ અને બારસ તિથિએ પણ તામસિક ભોજનનો ત્યાગ કરજો. તમે ઉપવાસ કરો કે ન કરો, પરંતુ ચોખાનું સેવન બિલકુલ ન કરશો. આ ઉપરાંત કોઈનું ખરાબ બોલવું નહીં. જયા એકાદશીનું વ્રત કરનારા લોકોએ આ દિવસે નખ, વાળ, દાઢી વગેરે ન કાપવા જોઈએ. સ્ત્રીઓએ તેમના વાળ ન ધોવા જોઈએ.


Google NewsGoogle News