Get The App

જાન્યુઆરી 2025માં આ મોટા ગ્રહોનું ગોચર થશે, જાણો કઈ-કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
જાન્યુઆરી 2025માં આ મોટા ગ્રહોનું ગોચર થશે, જાણો કઈ-કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે 1 - image


January Grah Gochar 2025 : નવું વર્ષ 2025ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અને ઘણા મોટા ગ્રહો આ નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં ગોચર કરી રહ્યા છે.  જાન્યુઆરી 2025માં 4 મોટા ગ્રહોનું ગોચર કરવાના છે. જેમાં 4 જાન્યુઆરી 2025ના રોજ બુધ ધનુ રાશિમાં ગોચર કરશે અને 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે.તો, 18 જાન્યુઆરી, 2025 ના રોજ બુધ ધનુરાશિમાં અસ્ત થશે અને 28 જાન્યુઆરીએ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે.

આ પણ વાંચો: સોમવતી અમાસ પર સ્નાન-દાન માટે આ છે શુભમુહૂર્ત, જાણી લો સંપૂર્ણ પૂજન વિધિ

મેષ રાશિ

જાન્યુઆરી મહિનામાં થનારા આ તમામ ગોચરોની મેષ રાશિના લોકો પર સકારાત્મક અસર પડશે. મેષ રાશિના જાતકો માટે આ મહિનો વરદાન સાબિત થશે. મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. વેપારના કારણે તમારે યાત્રા કરવી પડી શકે છે, જેનાથી ફાયદો થશે. કરિયરમાં પ્રગતિ થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે જાન્યુઆરીમાં થઈ રહેલું ગ્રહ ગોચર સારું માનવામાં આવે છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. પ્રમોશનની પ્રબળ સંભાવના રહેલી છે. કાર્યમાં પ્રગતિ આવે અને પરિવાર તરફથી સહયોગ મળશે.

કુંભ રાશિ 

જાન્યુઆરીમાં થનારા ગોચરથી કુંભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. પૈસાના રોકાણ માટે આ સમય સારો માનવામાં આવે છે. નોકરીમાં સફળતા મળશે. આ મહિનો તમામ કાર્યોમાં સકારાત્મક પરિણામ આપશે


Google NewsGoogle News