જન્માષ્ટમીના દિવસે ઘરની આ દિશામાં લગાવો મોરપીંછ, દુર થઈ જશે બધા દુખ દર્દ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય મોરપીંછ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે
ઘરમાં શાંતિ નથી તો મોરપીંછને જન્માષ્ટમીના દિવસે પૂજા કર્યા પછી ઘરની પૂર્વ દિશામાં લગાવી દો
Image Twitter |
તા. 7 સપ્ટેમ્બર 2023, ગુરુવાર
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય મોરપીંછ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો જન્માષ્ટમીના દિવસે ઘરમાં મોરપીંછ લગાવવામાં આવે તો ધન-દૌલતમાં વૃદ્ધિ થાય છે.
તમારા ધંધા રોજગારમાં મુશ્કેલી હોય, આર્થિક તંગીથી હેરાન થઈ રહ્યા હોવ ચો જન્માષ્ટમીના દિવસે 5 મોરપીંછ સાથે એક ઉપાય અવશ્ય કરવો જોઈએ. જન્માષ્ટમીના દિવસે આ 5 મોરપીંછને શ્રીકૃષ્ણની મુર્તિની પાસે રાખી દો, અને 21 દિવસ સુધી તેની પૂજા કરતા રહો. માન્યતા પ્રમાણે જો જન્માષ્ટમીના દિવસથી 21 દિવસ સતત આવુ કરવામાં આવે તો આર્થિક તંગી દુર થાય છે.
મોરપીંછને જન્માષ્ટમીના દિવસે પૂજા કર્યા પછી ઘરની પૂર્વ દિશામાં લગાવી દો
આ ઉપરાંત જો ઘરમાં શાંતિ નથી તો મોરપીંછને જન્માષ્ટમીના દિવસે પૂજા કર્યા પછી ઘરની પૂર્વ દિશામાં લગાવી દો. આવુ કરવાથી પારિવારિક કલેશ નહી થાય અને આપના પરિવારમાં શાંતિ અને સુમેળ કાયમ રહેશે.
મોરપીંછને બેડરુમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવાથી પતિ- પત્નિ વચ્ચે ક્યારેય ઝઘડો નહી થાય
જન્માષ્ટમીના દિવસે મોરપીંછને બેડરુમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવાથી પતિ- પત્નિ વચ્ચે ક્યારેય વિવાદ નહી થાય. આ સાથે બન્ને વચ્ચે પ્રેમ વધશે.
મોરપીંછ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે
વાસ્તુદોષ દુર કરવા માટે પણ મોરપીંછ ઘણી રીતે મદદરુપ થઈ શકે છે. મોરપીંછ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.