જગન્નાથ રથયાત્રા 2024: જાણો રથયાત્રાનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
જગન્નાથ રથયાત્રા 2024: જાણો રથયાત્રાનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ 1 - image


Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે, ભગવાન જગન્નાથની એક ઝલક મેળવવા માટે ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભારત અને વિદેશમાંથી લાખો લોકોની ભીડ એકઠી થાય છે.

પુરીમાં મુસાફરી કરતી વખતે, ભગવાન શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈને શહેર નગરચર્યા પર જાય છે અને તેમની પ્રજાની સુખાકારી વિશે જાણકારી મેળવે છે.

જગન્નાથ રથયાત્રા 2024

ભગવાન જગન્નાથની રથયાત્રા જગન્નાથ પુરીથી અષાઢ શુક્લ દ્વિતિયાના રોજ શરૂ થાય છે અને દશમી તિથિના રોજ સમાપ્ત થાય છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ શરૂ થશે અને 16મી જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે.

જગન્નાથ રથયાત્રાનું મહત્વ

સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી જગન્નાથના નામનો જાપ કરતી વખતે ગુંડીચા નગર જાય છે, તે પુનર્જન્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાનના નામનો જાપ કરીને રથયાત્રામાં જોડાય છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. રથયાત્રામાં ભાગ લેવાથી બાળકો સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જગન્નાથ રથયાત્રા 2024: જાણો રથયાત્રાનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ 2 - image

 શું છે ગુંડીચા મંદિરનું મહત્વ?

રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિરનું ઘણું મહત્ત્વ છે. ગુંડીચા મંદિર એ ભગવાન જગન્નાથના માસીનું ઘર છે. આ દિવસે ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને 'આડપ-દર્શન' કહે છે. જેમાં ભગવાનને નારિયેળ, માલપુઆ, લાઈ, મગ વગેરેનો મહાપ્રસાદ ચઢાવવામાં આવે છે. આ પછી ભગવાન પોતાના ઘર એટલે કે જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે.

પુરી રથયાત્રાનો ઈતિહાસ

જગન્નાથ મંદિર પવિત્ર ચાર ધામોમાંનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જગન્નાથ રથયાત્રા એ ભગવાન જગન્નાથની ગુંડીચા માતા મંદિરની ભ્રમણનું પ્રતીક છે. એકવાર બહેન સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે જગન્નાથજીએ તેમને રથ પર બેસાડીને શહેરનું ભ્રમણ કરાવ્યુ હતુ.

ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમની પૂજા પણ કરવામાં આવે છે. જગન્નાથનો શાબ્દિક અર્થ થાય છે "વિશ્વનો ભગવાન", એટલે કે, બ્રહ્માંડનો સ્વામિ.

 


Google NewsGoogle News