ફાગણ મહિનામાં આ બાબતોનું રાખો ધ્યાન, જીવનમાં જળવાઈ રહેશે સુખ-સમૃદ્ધિ
Image Source: Freepik
અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
ફાગણ મહિનાનું અનેરુ મહત્વ હોય છે. આ દરમિયાન ભગવાન ચંદ્રની પૂજા મહત્વપૂર્ણ માનવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્રમાં ફાગણ મહિનાને લઈને કેટલાક નિયમ બનાવાયા છે. જેનું પાલન કરવુ જરૂરી છે.
ફાગણ મહિનામાં શું કરવુ જોઈએ અને શું નહીં?
ફાગણ મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે આ દરમિયાન નિયમિતરીતે શિવલિંગ પર જળ ચઢાવવુ જોઈએ. સાથે જ શિવજીના મંત્રોનો જાપ કરવો જોઈએ.
ફાગણ મહિનામાં તામસિક ભોજનથી બચવુ જોઈએ.
આ સંપૂર્ણ મહિનામાં વધુથી વધુ ધાર્મિક કાર્યો પર જોર આપવુ જોઈએ.
ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવને ગુલાલ અર્પણ કરવો જોઈએ. તેનાથી જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. સાથે જ ઘરમાં ધન અને વૈભવનું આગમન થાય છે.
આ મહિને દરરોજ મંદિર જવુ જોઈએ અને દાન-પુણ્ય પર જોર આપવુ જોઈએ.
ફાગણ મહિનામાં પીપળાના વૃક્ષની પૂજા ખૂબ કલ્યાણકારી માનવામાં આવી છે. એવી માન્યતા છે કે આ દરમિયાન પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જીવનની નકારાત્મકતા દૂર થાય છે.
આ મહિને કોઈના પણ વિશે ખોટુ બોલવાથી બચવુ જોઈએ.
આ મહિને ભગવાન ચંદ્રની પૂજા ખૂબ શુભ માનવામાં આવી છે.
ફાગણ મહિનામાં ગાયની સેવા કરવી પણ અતિ લાભકારી હોય છે.