Navratri 2023: આઠમ અને નોમના દિવસે આ વસ્તુઓની ખરીદીને માનવામાં આવે છે શુભ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
Navratri 2023: આઠમ અને નોમના દિવસે આ વસ્તુઓની ખરીદીને માનવામાં આવે છે શુભ 1 - image


                                                     Image Source: Wikipedia

અમદાવાદ, તા. 19 ઓક્ટોબર 2023 ગુરૂવાર

નવરાત્રિ, હિંદુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. જેમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર નવરાત્રિનો તહેવાર માતા દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસના સાથે જોડાયેલો હોય છે. આ સમયે વિભિન્ન ધાર્મિક અને આસ્તિક અનુષ્ઠાન અને કાર્યો થાય છે. આ અવસરે ઘણી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ સમયે ખરીદીનું મુખ્ય કારણ ધાર્મિક આસ્થા છે. અનેક ધાર્મિક ગ્રંથોમાં તેને શુભ સમય માનવામાં આવ્યો છે અને એ પણ માનવામાં આવે છે કે આ સમયે ખરીદવામાં આવેલા વસ્ત્રો અને સામગ્રી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. 

ચાંદીનો સિક્કો

નવરાત્રિમાં ચાંદીનો સિક્કો ખરીદવો વિશેષરીતે શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી વ્યક્તિના જીવનમાંથી ચંદ્રદોષ અને અન્ય પરેશાનીઓ દૂર થાય છે.

પીતળનો કળશ

પીતળનો કળશ ખરીદવાથી ત્રિદેવ તમારા ઘરમાં વાસ કરે છે. એ પણ માન્યતા છે કે તેનાથી ગ્રહદોષમાંથી મુક્તિ મળી શકે છે.

શણગારની સામગ્રી

નવરાત્રિમાં શણગારની સામગ્રી ખરીદવી અને નોમના દિવસે ચઢાવવી સૌભાગ્યની પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

મોરના પીંછા

મોરના પીંછાને શુભ અને પુણ્યદાયક માનવામાં આવે છે. આને ઘરમાં રાખવાથી માતા દુર્ગા અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

નાડાછડી 

નવરાત્રિમાં નાડાછડી ખરીદવી અને પહેરવી માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

વસ્ત્ર

લાલ કે ગુલાબી રંગના વસ્ત્રને નવરાત્રિમાં પહેરવા શુભ માનવામાં આવે છે. આ માતા રાનીની કૃપાની પ્રાપ્તિ માટે છે.

વાહન

નવરાત્રિ દરમિયાન નવા વાહનને ખરીદવા શુભ માનવામાં આવે છે. જેનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે. ઘર અને અન્ય મોટી સંપત્તિઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. 


Google NewsGoogle News