બિલાડીનું રડવુ શુભ હોય છે કે અશુભ? જાણો હકીકત
Image Source: Freepik
અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર
સનાતન ધર્મમાં શકુન શાસ્ત્રનું વધુ મહત્વ છે. શાસ્ત્રોમાં એવી ઘણી વાતોનું ઉલ્લેખ કરવામાં આવે છે. જે વ્યક્તિના જીવનમાં ઘટનાઓ વિશે સંકેત આપે છે.
આપણી આસપાસ કંઈ પણ ઘટે છે તો તેનો કંઈકને કંઈક અર્થ જરૂર થાય છે. શકુન શાસ્ત્રમાં બિલાડીના રડવા વિશે પણ જણાવવામાં આવ્યુ છે. ઘણી વખત બિલાડીના રડવાનો અવાજ સંભળાય છે અને લોકો બિલાડીના રડવાને અશુભ માને છે જેના કારણે લોકો રડતી બિલાડીને ભગાડી દે છે પરંતુ શુ તમને આ વાતની જાણકારી છે કે શકુન શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે કે અશુભ.
શુભ કે અશુભ
શકુન શાસ્ત્ર અનુસાર ઘરની બહાર બિલાડીનું રડવુ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે બિલાડીના રડવાથી કોઈ મુશ્કેલીનો સંકેત મળવાનો છે. તેનાથી પરિવારના સભ્યો પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે.
આ સંકેત મળે છે
- જો તમારી ઘરની બહાર બિલાડી રડી રહી છે તો તેનો અર્થ મનુષ્યના જીવનમાં કંઈક ખરાબ થવાનું છે કે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
- બિલાડીઓ અંદરોઅંદર ઝઘડવાથી ધન હાનિ અને ગૃહ ક્લેશના સંકેત મળે છે.
- જો તમે કોઈ કામથી ક્યાંક જઈ રહ્યા છો તો અચાનકથી બિલાડી રસ્તો કાપે તો આ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે કાર્ય માટે તમે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે નહીં.
- જો તમારા ઘરમાં બિલાડી સંતાઈને આવીને દૂધ પી જાય તો તેનાથી ધન હાનિના સંકેત મળે છે.
- દિવાળીના દિવસે ઘરમાં બિલાડીનું આવવુ શુભ હોય છે. માન્યતા છે કે આ અવસર પર બિલાડી ઘરે આવવાથી ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે.