Get The App

મહાકુંભમાં પધારેલા 'તંગતોડા' સાધુઓના ઈન્ટરવ્યૂ UPSC કરતાં પણ કપરાં હોય છે! જાણો તેમના વિશે

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં પધારેલા 'તંગતોડા' સાધુઓના ઈન્ટરવ્યૂ UPSC કરતાં પણ કપરાં હોય છે! જાણો તેમના વિશે 1 - image


Image: 

Maha Kumbh Mela 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાંથી આવેલા સાધુઓનો ત્યાં મેળાવડો લાગી રહ્યો છે. તેમાં તંગતોડા સાધુ પણ સામેલ છે, જેમના વિશે કહેવામાં આવે છે કે તેમની પસંદગી ખૂબ અઘરી હોય છે. પરિવારનો ત્યાગ પોતાના માતા-પિતા અને પોતાનું પિંડદાન કરીને અધ્યાત્મનો માર્ગ પસંદ કરનાર ત્યાગીને સાત શૈવ અખાડામાં નાગા કહેવામાં આવે છે. મોટા ઉદાસીન અખાડામાં તેમને તંગતોડા કહેવામાં આવે છે. આ અખાડાની કોર ટીમમાં સામેલ થાય છે. તેમને બનાવવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. આ માટે લેવામાં આવેલા ઈન્ટરવ્યૂ (યુપીએસસી) સિવિલ સેવા પરીક્ષામાં આઈએએસ માટે થનારા ઈન્ટરવ્યૂ કરતાં પણ અઘરાં હોય છે.

સમગ્ર દેશમાં ફેલાયેલા શ્રી પંચાયતી અખાડા મોટા ઉદાસીન નિર્વાણીના લગભગ પાંચ હજાર આશ્રમો, મઠ અને મંદિરોના મહંત અને પ્રમુખ સંત પોતાના યોગ્ય ચેલાને તંગતોડા બનાવવાની પ્રક્રિયા કરે છે. તે બાદ તેમને રમતા પંચ, જે એક રીતે અખાડા માટે ઈન્ટરવ્યુ બોર્ડનું કામ કરે છે જેમની સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેમનો ઈન્ટરવ્યુ આઈએએસ અને પીસીએસથી અઘરો એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આમને જે સવાલ પૂછવામાં આવે છે તેનો જવાબ કોઈ પુસ્તકમાં હોતો નથી. આઈએએસની જેમ આમનો કોઈ મોક ઈન્ટરવ્યુ હોતો નથી.

આ પણ વાંચો: નાગા સાધુ કેવી રીતે બને છે? કુંભમાં ક્યાંથી આવે છે અને શું છે તેમની પરંપરા, જાણો સંપૂર્ણ કહાણી

ઘણા દિવસની અઘરી પ્રક્રિયાથી પસાર થાય છે

આ પ્રક્રિયા એટલી અઘરી હોય છે કે માંડ એક ડઝન ચેલા જ આમાં સફળ થઈ શકે છે. આમાં પાસ થયા બાદ ચેલાને સંગમ લઈ જઈને સ્નાન કરાવવામાં આવે છે પછી સંન્યાસ અને અખાડાની પરંપરાના નિર્વહનના શપથ અપાવવામાં આવે છે. અખાડામાં લાવીને ઈષ્ટ દેવતા સમક્ષ પૂજાપાઠ થાય છે. આમને એક વસ્ત્ર (લંગોટ) માં અગ્નિ સમક્ષ ખુલ્લા આકાશ નીચે ઘણા દિવસો સુધી 24 કલાક રાખવામાં આવે છે. ત્યારે સંન્યાસ પરંપરામાં સામેલ થવાની પરવાનગી મળે છે.

સેવા સાથે જોડાયેલા ગુપ્ત પ્રશ્ન પૂછવામાં આવે છે

રમતા પંચ તેમને એવા પ્રશ્ન પૂછે છે જેના જવાબ કોઈ સંતનું વાસ્તવિક સાનિધ્ય મેળવનાર ચેલો જ આપી શકે છે. આમને તેમના ગુરુમંત્ર, રસોઈ સંબંધિત ગુપ્ત પ્રશ્ન પૂછવામાં આવે છે. સંત આ વિશે જાણકારી લાંબા સમય સુધી સેવા કરનાર પોતાના પાક્કા ચેલાઓને જ આપે છે. રમતા પંચના સભ્યોને સંપૂર્ણ રીતે ખાતરી થઈ જાય છે કે ચેલા સંન્યાસ પરંપરામાં જવા માટે યોગ્ય છે ત્યારે તંગતોડાની પ્રક્રિયા થાય છે.

શ્રી પંચાયતી અખાડા મોટા ઉદાસીનના શ્રી મહંત મહેશ્વરદાસ કહે છે, મોટા ઉદાસીન અખાડાના ગુરુઓની સંગતમાં અખાડાની પરંપરાને આત્મસાત કરનાર ચેલાને જ તંગતોડા બનાવવામાં આવે છે. આ પહેલા ઈન્ટરવ્યુ થાય છે જેમાં અખાડા સાથે જોડાયેલા ગુપ્ત સવાલ પૂછવામાં આવે છે જે કોઈ પુસ્તકમાં મળતાં નથી. 


Google NewsGoogle News