વર્ષ 2024માં આ 5 રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો રહેશે પ્રભાવ, બચવા માટે કરો આ ઉપાય

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
વર્ષ 2024માં આ 5 રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો રહેશે પ્રભાવ, બચવા માટે કરો આ ઉપાય 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 20 ડિસેમ્બર 2023 બુધવાર

શનિએ 2023માં કુંભ રાશિમાં અઢી વર્ષ બાદ ગોચર કર્યુ હતુ અને 2025 સુધી આ રાશિમાં બિરાજમાન રહેવાના છે. વર્ષ 2024માં અમુક રાશિઓમાં શનિની સાડા સાતી અને ઢૈય્યાનો પ્રભાવ શરૂ થવાનો છે. આ દરમિયાન મકર, કુંભ, મીન, કર્ક, વૃશ્ચિક રાશિના જાતકોએ સાવધાન રહેવુ પડશે. દરમિયાન આ રાશિના જાતકોને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે.

શનિની સાડા સાતીથી પરેશાન રહેશે આ રાશિઓ

કર્ક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકોએ વર્ષ 2024માં થોડુ સાવધાન રહેવાની જરૂર છે. આ દરમિયાન પોતાની ભાવનાઓને વશમાં રાખો. આ સમયે તમારા લોકોના આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે. ક્રોધ કરશો નહીં. આ સમયે પારિવારિક જવાબદારી વધી શકે છે. આ સમયગાળામાં સ્થાન પરિવર્તનની શક્યતા છે.

વૃશ્ચિક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2024 ભારે રહેવાનું છે. આ સમયે ધીરજમાં ઘટાડો આવશે પરંતુ તમારે આત્મસંયમ રાખવો પડશે. આ સમયગાળામાં શૈક્ષણિક કાર્યોમાં અવરોધ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમનો વધારો રહેશે. એટલુ જ નહીં આવકમાં ઘટાડો થઈ શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ દાંપત્યજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો વર્ષ 2024માં શનિની સાડાસાતી દરમિયાન વિશેષ ધ્યાન રાખવુ પડશે. આ સમયે વાણીમાં કઠોરતાનો ભાવ જોવા મળશે. વાતચીતમાં સંયમ રાખો. વસ્ત્રો વગેરે પ્રત્યે ખર્ચ વધશે. માતાની સાથે વિચારોમાં મતભેદ થવાની શક્યતા છે. દરમિયાન તમારે ધીરજથી કામ કરવાની જરૂર છે. જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ

નવુ વર્ષ કુંભ રાશિના જાતકો માટે ઉતાર-ચઢાવથી ભરેલુ રહેવાનું છે. આ સમયગાળામાં આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે. શાંત રહેવાની જરૂર છે. આ સમયે આરોગ્ય પ્રત્યે સાવચેત રહો. જમા કરેલા રૂપિયા આ સમયે કોઈને કોઈ રૂપમાં ખર્ચ થઈ શકે છે. વસ્ત્રો પર ખૂબ રૂપિયા ખર્ચ થશે. પરિશ્રમનો વધારો થશે. ખર્ચામાં વધારો થશે.

મીન રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના જાતકો માટે વર્ષ 2024 શુભ રહેવાનું નથી. દરમિયાન મીન રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન હાનિ થતી નજર આવી રહી છે. વર્ષ 2024માં ખર્ચા વધશે. એટલુ જ નહીં. આ સમયે માનહાનિનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન તમારે વિશેષ ખ્યાલ રાખવાની જરૂર છે.


Google NewsGoogle News