Get The App

Rahu 2024: વર્ષ 2024માં રાહુ આ 3 રાશિઓના જાતકો પર રહેશે મહેરબાન, થશે ધન લાભ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
Rahu 2024: વર્ષ 2024માં રાહુ આ 3 રાશિઓના જાતકો પર રહેશે મહેરબાન, થશે ધન લાભ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 24 જાન્યુઆરી 2024 બુધવાર

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2024માં રાહુનું રાશિ પરિવર્તન થશે નહીં અને તે મીન રાશિમાં જ રહેશે. જ્યોતિષમાં રાહુને ખૂબ ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે. કુંડલીમાં રાહુ દોષ હોય તો જીવન હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલુ રહે છે. ખરાબ રાહુના કારણે અશુભ ઘટનાઓ વધવા લાગે છે. જોકે કુંડલીમાં રાહુની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિને ખૂબ લાભ પણ મળે છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને વર્ષ 2024માં રાહુથી ખૂબ લાભ મળશે. છેલ્લા વર્ષની તુલનામાં આ વર્ષે રાહુથી વધુ લાભ થશે. તમને ખૂબ શુભ પરિણામ મળશે. રાહુની કૃપાથી આ રાશિના લોકોને વિદેશમાંથી નોકરીના નવા અવસર પણ મળી શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલેથી વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે આ વર્ષ સારુ રહેશે. નોકરીના સારા અવસર પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થશે. 

મિથુન રાશિ

આ વર્ષે રાહુ મીન રાશિમાં રહેતા મિથુન રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે. આ રાશિના જાતકોને પોતાના કરિયરમાં શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભાના દમ પર તમે ખૂબ વાહવાહી લૂંટશો. વિદેશથી આવક કમાવવાના ઘણા નવા અવસર મળશે. મિથુન રાશિના લોકો પર રાહુ ખૂબ કૃપા વરસાવનાર છે. જે લોકો સિંગલ છે. તેમના માટે આ વર્ષ સારુ રહેશે. આ વર્ષે તમારા માટે લગ્નના યોગ બની રહ્યા છે. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે રાહુ ખૂબ ફળદાયી સાબિત થશે. નવમાં ભાવમાં રાહુની હાજરીના કારણે કર્ક રાશિના જાતકોના આ વર્ષે વિદેશ જવાના યોગ બનશે. આ વર્ષે તમને પોતાના ભાગ્યનો પૂરો સાથ મળશે. આ વર્ષે તમારા તમામ વિચારેલા કાર્ય પૂરા થવાની શક્યતા છે. તમારુ આરોગ્ય પણ સારુ રહેશે. આ વર્ષે તમને તમારી જૂની તમામ સમસ્યાઓથી છુટકારો મળી જશે.


Google NewsGoogle News