માર્ચમાં આ 4 રાશિના જાતકોની ચમકશે કિસ્મત, દેવી લક્ષ્મીની રહેશે કૃપા

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
માર્ચમાં આ 4 રાશિના જાતકોની ચમકશે કિસ્મત, દેવી લક્ષ્મીની રહેશે કૃપા 1 - image


Image Source: Wikipedia

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

માર્ચ મહિનામાં અમુક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યુ છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. જ્યોતિષ અનુસાર માર્ચ મહિનામાં અમુક રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં તમામ પ્રકારના સુખોનો અનુભવ થાય છે. 

મેષ રાશિ

કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. બૌદ્ધિક કાર્યોથી ધનમાં વધારો થશે, નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનું થઈ શકે છે. કાર્યો પ્રત્યે ઉત્સાહ રહેશે, પરંતુ વાતચીતમાં સંતુલિત રહો. ધર્મ-કર્મ પ્રત્યે વલણ વધશે. માતાનો સહયોગ મળશે. માતાથી ધન પ્રાપ્તિના યોગ થઈ શકે છે.

મિથુન રાશિ

નોકરીમાં પરિવર્તનની સાથે બીજા સ્થળ પર પણ જવુ પડી શકે છે. આયાત-નિકાસ વેપારમાં લાભના અવસર પ્રાપ્ત થશે. માતાનું સાંનિધ્ય મળશે, વાહન સુખમાં વધારો થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં પ્રગતિનું આયોજન સાકાર હશે. ભાઈઓની મદદ મળશે પરંતુ પરિશ્રમ વધુ રહેશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્ય થશે. વસ્ત્રાદિ ઉપહાર પણ મળી શકે છે.

સિંહ રાશિ

માતાનું સાનિધ્ય અને સહયોગ મળશે. લાભમાં વધારો થવાની શક્યતા છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. આત્મવિશ્વાસ ડગશે પરંતુ આત્મસંયમ રહેવુ. ઘર-પરિવારની સુખ સુવિધાઓમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવ છે, પરિશ્રમમાં વધારો થશે.

કન્યા રાશિ

ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક પ્રાપ્ત થશે. પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરશો. દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરશો. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો, અભ્યાસમાં રુચિ રહેશે. નોકરીમાં પરિવર્તનની શક્યતા બની રહી છે. કોઈ બીજા સ્થાન પર જવુ પડી શકે છે. ભાઈઓની મદદથી પરંતુ પરિશ્રમનો વધારો રહેશે.


Google NewsGoogle News