Get The App

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આ 6 કામોને માનવામાં આવે છે મહાપાપ? જાણો કયા કયા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આ 6 કામોને માનવામાં આવે છે મહાપાપ? જાણો કયા કયા 1 - image


Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 19 ડિસેમ્બર 2023 મંગળવાર

હિંદુ ધર્મના ઘણા ગ્રંથ વ્યક્તિને જીવનમાં આવનારી સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે છે. તે જણાવે છે કે તમે કેવી રીતે આ સમસ્યાઓ પર વિજય મેળવી શકશો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપીને જીવનના ઘણા વિષયો પર પોતાનો મત વ્યક્ત કર્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યુ છે કે તમારે જીવનમાં સફળ થવા માટે શું કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ. ભગવાને જણાવ્યુ છે કે શું કરવાથી તમે પાપના ભાગીદાર બનશો. 

કયા કાર્યોને કરવાથી તમને પાપ લાગે છે

હિંસા

ભગવદ્ ગીતામાં હિંસાને મહાપાપ માનવામાં આવ્યુ છે. જો તમે કોઈ પણ વ્યક્તિ કે જાનવર સાથે હિંસા કરો છો. તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરો છો કે તેની હત્યા કરી દો છો. આ તમામ મહાપાપ છે. 

ચોરી

ભગવાને ચોરીને પણ મહાપાપની શ્રેણીમાં રાખી છે. માત્ર ધનની ચોરી જ મહાપાપ નથી પરંતુ તમે કોઈ સફળ વ્યક્તિની સાથે છલ કરીને તેની સફળતાની ચોરી કરી લો છો તો આ પણ મહાપાપ જ છે.

વાસના

જો તમે કોઈ પુરુષ કે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરો છો તો એ પણ મહાપાપ જ છે.

લાલચ

તમારી અંદર લાલચ છે તો તે પણ મહાપાપમાં આવે છે. આ લાલચ વસ્તુની ધનની, ખાવા-પીવાની કોઈ પણ હોઈ શકે છે.

ઈર્ષ્યા

ઈર્ષ્યાને પણ ભગવાન શ્રી કૃષ્ણએ મહાપાપમાં સામેલ કરી છે. કોઈ પણ વ્યક્તિને ઈર્ષ્યા થવી તે એક સામાન્ય વ્યક્તિગત ભાવ છે પરંતુ તેના કારણે ઘણી વખત વ્યક્તિ ખોટા માર્ગને અપનાવી લે છે.

અહંકાર

અહંકાર પણ મહાપાપની શ્રેણીમાં આવે છે. આ તમને ખોટા કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે.


Google NewsGoogle News