Get The App

ચૈત્ર નવરાત્રીમાં આ બે રાશિના જાતકોની કિસ્મત ચમકશે, પૂરી થશે દરેક મનોકામના

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
ચૈત્ર નવરાત્રીમાં આ બે રાશિના જાતકોની કિસ્મત ચમકશે, પૂરી થશે દરેક મનોકામના 1 - image


Image: Freepik

Chaitra Navratri 2024 : ચૈત્ર નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે. 9 દિવસ સુધી માતા દુર્ગાના જુદા-જુદા સ્વરૂપોની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા દુર્ગાની પૂજા કરનાર ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે અને દરેક દુ:ખ દૂર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રી બે રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવી છે. તેમની પર માતા દુર્ગાની વિશેષ કૃપા વરસવાની છે. આ બંને રાશિઓને સફળતા મળવાની છે. 

1. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોના સ્વામી શુક્ર અને આરાધ્યા આદિશક્તિ માતા દુર્ગા છે. તેથી ચૈત્ર નવરાત્રીના પૂરા 9 દિવસો સુધી આ રાશિ પર માતાની વિશેષ કૃપા રહેવાની છે. તેનાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં દરેક પ્રકારના સુખનું આગમન થાય છે. દરેક પ્રકારની સમસ્યાઓ, સંકટ દૂર થઈ જાય છે. આ નવરાત્રીએ તેમની કિસ્મતનું તાળુ ખુલવાના સંકેત છે. આ જાતકોએ માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નિયમિત રીતે પૂજા-આરતી કરવી જોઈએ. 

2. તુલા રાશિ

તુલા રાશિના જાતકોના સ્વામી પણ દૈત્યોના ગુરુ શુક્ર દેવ અને આરાધ્ય માતા દુર્ગા છે. અત્યારે શુક્ર મેષ રાશિમાં બિરાજમાન છે. મેષ રાશિમાં ગોચર દરમિયાન ગુરુ શુક્ર તુલા રાશિના જીવનસાથી ભાવમાં બિરાજી રહ્યા છે. આ ભાવથી દરરોજના વેપારની ગણતરી પણ કરવામાં આવે છે. શુક્રની વિશેષ કૃપાથી તુલા રાશિના ચૈત્ર નવરાત્રીમાં દરેક પ્રકારનું સુખ મળશે. તેમનું દાંપત્ય જીવન પ્રસન્ન થશે. માતા દુર્ગાની વિશેષ કૃપા વરસશે અને સૌભાગ્યમાં વધારો થશે. આ રાશિના જાતકોને નવરાત્રિના 9 દિવસ માતાની વિશેષ આરાધના કરવી જોઈએ. તેનાથી માતા પ્રસન્ન થાય છે અને જીવન દરેક પ્રકારની ખુશીઓથી ભરી દે છે. દરેક કાર્યમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.


Google NewsGoogle News