Get The App

મહાકુંભમાં 6 જ દિવસમાં સાત કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્યની ડૂબકી લગાવી સર્જ્યો રૅકોર્ડ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં 6 જ દિવસમાં સાત કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્યની ડૂબકી લગાવી સર્જ્યો રૅકોર્ડ 1 - image


Image: Facebook

Mahakumbh Mela 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પાવન સંગમમાં આસ્થાથી ઓતપ્રોત સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ, સ્નાનાર્થીઓ અને ગૃહસ્થોના સ્નાને નવો રૅકોર્ડ સર્જ્યો છે. 11થી 16 જાન્યુઆરીની વચ્ચે માત્ર છ દિવસની અંદર અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ લોકોએ સંગમ અને અન્ય ઘાટો પર પુણ્યની ડૂબકી લગાવી દીધી છે. અનુમાન છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો પુણ્યની ડૂબકી લગાવશે.

11 જાન્યુઆરીએ લગભગ 45 લાખ લોકોએ સ્નાન કર્યું તો 12 જાન્યુઆરીએ 65 લાખ લોકોએ સ્નાન કરવાનો રૅકોર્ડ રચ્યો. આ રીતે મહાકુંભથી બે દિવસ પહેલાં જ રૅકોર્ડ એક કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. મહાકુંભના પહેલા દિવસે પોષ પૂનમે સ્નાન પર્વ પર 1.70 કરોડ લોકોએ સ્નાન કરીને રૅકોર્ડ સર્જ્યો. મકર સંક્રાંતિ અમૃત સ્નાનના અવસર પર 3.50 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી. આ રીતે મહાકુંભના પહેલા બે દિવસોમાં 5.20 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી.

આ સિવાય 15 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા દિવસે 40 લાખ લોકોએ સ્નાન કર્યું. ગુરુવારે પણ 30 લાખથી વધુ લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કરીને પુણ્ય ફળની પ્રાપ્તિ કરી. સ્નાન ઉપરાંત શ્રદ્ધાળુ પ્રયાગરાજથી શ્રદ્ધાળુ શ્રૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, મા વિંધ્યવાસિની ધામ, નૈમિષારણ્ય, અયોધ્યા પણ શ્રદ્ધાળુ પહોંચી રહ્યાં છે. આ વિસ્તારોમાં પહોંચવાથી સ્થાનિક રોજગારને પણ ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. 13, 14 અને 15 જાન્યુઆરીએ શ્રૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, મા વિંધ્યવાસિની ધામ, નૈમિષારણ્ય અને અયોધ્યામાં દર્શન-પૂજન કરવા પહોંચ્યા. અયોધ્યામાં ત્રણ દિવસમાં લગભગ 10 લાખ, કાશી વિશ્વનાથ મંદિરમાં 7.41 લાખ, વિંધ્યવાસિની ધામમાં 5 લાખ અને નૈમિષારણ્ય ધામ સીતાપુરમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. 

આ પણ વાંચો: પ્રવેશી, રકમી, મુદાઠિયા અને નાગા... અખાડામાં પણ હોય છે 'પ્રમોશન-અપ્રેઝલ', જાણો કેવી રીતે થાય છે પદ વહેંચણી

મહાકુંભમાં આપી રહ્યા છે એકતાનો સંદેશ

આ મહાકુંભ સમગ્ર દુનિયાને એકતા, સમરસતા અને માનવતાનો મોટો સંદેશ આપી રહ્યું છે. જાતિ, સંપ્રદાય તથા અછૂતનું બંધન નથી. આ સિવાય અહીં અન્નક્ષેત્રમાં ચાલી રહેલા ભંડારોમાં અમીર ગરીબ, તમામ એક જ પંગતમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. જાતિ-ધર્મનું કોઈ અંતર નથી.

આસ્થાની સાથે અર્થવ્યવસ્થા પણ

મહાકુંભ આસ્થાની સાથે પ્રદેશ અને દેશની અર્થવ્યવસ્થા પણ સુદૃઢ કરી રહ્યું છે. ધાર્મિક પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે. મહાકુંભમાં આવનાર બીજા રાજ્ય અને વિદેશના શ્રદ્ધાળુ તથા પર્યટક અયોધ્યા, વારાણસી, નૈમિષારણ્ય, ચિત્રકૂટ, વિંધ્યાચલ અને મથુરા પણ જઈ રહ્યા છે. તેનાથી ટૂર એન્ડ ટ્રાવેલ્સ, હોટલ અને રેસ્ટોરન્ટ સેક્ટરની સાથે રેલવે અને પરિવહન નિગમને લાભ થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથમાં ત્રણ દિવસમાં પહોંચેલા 7.41 લાખથી વધુ શ્રદ્ધાળુકાશી વિશ્વનાથ મંદિરમાં ત્રણ દિવસમાં 7.41 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. જ્યાં 13 જાન્યુઆરીએ 2.19 લાખ, 14 જાન્યુઆરીએ 2.31 લાખ અને 15 જાન્યુઆરીએ 2.90 લાખથી વધુ દર્શન કરવા પહોંચ્યા.

વિંધ્યવાસિની ધામમાં 5 લાખ અને નૈમિષારણ્ય ધામમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. પ્રયાગરાજથી અયોધ્યા પહોંચી રહેલા શ્રદ્ધાળુ રામનગરીમાં સતત શ્રદ્ધાળુઓની ભીડ પહોંચાડી રહ્યા છે. જય શ્રીરામના જયકારા સાથે અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓની આસ્થાથી સમગ્ર નગરી રામમય થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથના આદેશ પર જિલ્લા તંત્ર દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. લગભગ 10 લાખથી વધુ શ્રદ્ધાળુ ત્રણ દિવસમાં અયોધ્યા પહોંચ્યા છે.


Google NewsGoogle News