Get The App

2024માં શુક્ર ગ્રહના ગોચરથી થઈ રહ્યુ છે માલવ્ય રાજયોગનું નિર્માણ, આ 3 રાશિના જાતકોને થશે લાભ જ લાભ

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
2024માં શુક્ર ગ્રહના ગોચરથી થઈ રહ્યુ છે માલવ્ય રાજયોગનું નિર્માણ, આ 3 રાશિના જાતકોને થશે લાભ જ લાભ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 22 ડિસેમ્બર 2023 શુક્રવાર

વર્ષ 2024ની શરૂઆત થવાની છે. નવા વર્ષે ઘણા મોટા ગ્રહ પોતાનું સ્થાન પરિવર્તન કરીને તમામ 12 રાશિઓના જાતકોના જીવનને પ્રભાવિત કરશે. શુક્રને ધનના દાતાના નામથી પણ ઓળખવામાં આવે છે. દરમિયાન ધનના દાતા શુક્ર વર્ષ 2024માં માલવ્ય રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. શુક્રનું પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરવાથી આ યોગનું નિર્માણ થશે. આ દરમિયાન અમુક રાશિઓનો ભાગ્યોદય થવાનો છે. આ રાશિના જાતકોને ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે. 

વૃષભ રાશિ

શુક્રનું મીન રાશિમાં ગોચર કરવાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ દરમિયાન આ રાશિના જાતકો માટે માલવ્ય રાજયોગ લાભકારી રહેવાનો છે. શુક્ર તમારી રાશિનો સ્વામી છે અને તમારી રાશિના ઈનકમ ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યો છે. દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. આ સમયે આવકના નવા સોર્સ બની શકે છે. કોઈ સંપત્તિ કે વાહન વગેરે ખરીદી શકો છો. ભાગ્યનો સાથ મળશે અને તેનાથી ઉન્નતિના દ્વાર ખુલશે. જૂનુ રોકાણ આ સમયે શુભ ફળદાયી સાબિત થશે. વૃષભ રાશિના જાતકોને આ સમયે પુત્ર અને પૌત્રની પ્રાપ્તિ થશે. સંતાનની પ્રગતિ થઈ શકે છે. આ સમયે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. 

ધન રાશિ

શુક્રનું મીનમાં ગોચર કરવાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યુ છે. તેનાથી ધન રાશિના જાતકોના સારા દિવસોની શરૂઆત થશે. આ રાજયોગ તમારી રાશિના ચતુર્થ ભાવમાં બનવા જઈ રહ્યા છે. દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમને વાહન અને પ્રોપર્ટીના સુખની પ્રાપ્તિ થશે. પૈતૃક સંપત્તિનું સુખ મળી શકે છે. શુક્ર ગ્રહ તમારી રાશિના છઠ્ઠા અને 11માં ભાવના સ્વામી છે દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થશે. કરિયરમાં પણ તમને એક બાદ એક સફળતા મળશે. આ સમય વેપારીઓ માટે લાભદાયી રહેશે અને સારો ધનલાભ થશે.

કર્ક રાશિ

માલવ્ય રાજયોગ કર્ક રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી નવમાં ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. દરમિયાન તમને નસીબનો પૂરો સાથ મળશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળવાથી લાભ અને ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. એટલુ જ નહીં. આ દરમિયાન તમે નાની-મોટી યાત્રાઓ કરી શકો છો. જે વિદ્યાર્થી વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છી રહ્યા છીએ, તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.


Google NewsGoogle News