Bhai Dooj 2024: ભાઈબીજના અવસર પર તમારાથી દૂર હોય ભાઈ, તો આ રીતે કરો પૂજા
Bhai Dooj 2024: પંચાંગ પ્રમાણે ભાઈબીજનો તહેવાર 3જી નવેમ્બરે મનાવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે અને યમની પૂજા કરે છે. આ દિવસનું સનાતનમાં વિશેષ મહત્ત્વ છે. ભાઈબીજના તહેવારને ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના લલાટ પર તિલક લગાવે છે, અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
આ પણ વાંચો : મેષ (અ.લ.ઇ.) : ગમે ત્યાં પૈસાનું રોકાણ કે વ્યવહાર કરતાં સાચવજો, મહિલાઓની જવાબદારી વધ
આ દિવસે બંને ભાઈ-બહેન સાથે મળીને ભોજન કરે છે. પરંતુ આજે ભાગદોડ ભર્યા આવુ જોવા નથી મળતું. ભાઈબીજના દિવસે ભાઈ તેની બહેન પાસે નથી પહોંચી શકતો. તેવી પરિસ્થિતિમાં શું કરવું તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ કે બહેને તેના ભાઈની પૂજા કેવી રીતે કરવી.
ભાઈબીજ પર આ રીતે કરો પૂજા..
- સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન આદી ક્રીયા પૂર્ણ કરો. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
- બજારમાંથી તમારા ભાઈના નામનું નાળિયેર ખરીદો.
- ઘરના મંદિરમાં લાકડાનો સ્ટૂલ રાખો. સ્ટૂલ પર પીળું કપડું પાથરો.
- સ્ટુલ કે બાજોઠ પર રાખવામાં આવેલા પીળા કપડા પર, ગુલાબ અથવા કુમકુમ સાથે અષ્ટકોણ કમળનું ચિત્ર દોરો.
- નારિયેળને અષ્ટકોણ કમળનું ચિત્ર બનાવો.
- હવે રોલી સાથે નારિયેળ પર તિલક કરો અને તેના પર ચોખા લગાવો.
- હવે ફૂલ, ફળ અને મીઠાઈ અર્પણ કર્યા પછી તે નારિયેળની આરતી કરો.
- આરતી પછી નાળિયેરને પીળા કપડાથી ઢાંકી દો.
પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની બીજ તિથિ 3 નવેમ્બરે રાત્રે 10:01 કલાકે સમાપ્ત થશે. પૂજાનો શુભ સમય આ દિવસે બપોરે 1:05 વાગ્યાથી શરૂ થશે અને 3:20 વાગ્યા સુધી ચાલશે. પૂજા માટેનો શુભ સમય લગભગ 2 કલાક 10 મિનિટનો રહેશે. શુભ સમયે પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.