ષટતિલા એકાદશીએ આ ખાસ ઉપાય જરૂરથી કરજો, શ્રીહરિની અસીમ કૃપા જોવા મળશે
Image: Facebook
Shattila Ekadashi 2025: સનાતન ધર્મની 24 એકાદશીઓ ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તમામ એકાદશી શ્રીહરિને સમર્પિત છે. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશી પણ ખૂબ જ ખાસ છે. જો વ્યક્તિ ષટતિલા એકાદશીના દિવસે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને ઉપવાસ કરે છે અને પોતાની શક્તિ અનુસાર દાન કરે છે તો તેની પર વિષ્ણુજીની વિશેષ કૃપા રહે છે. આ વખતે ષટતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરી એટલે કે કાલે રાખવામાં આવશે.
ષટતિલા એકાદશી પર તલનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે 6 રીતે તલનો ઉપયોગ કરવો વિશેષ ફળદાયી જણાવાયું છે જેમાં ન્હાવા, આહુતિ આપવા, તર્પણ કરવા, દાન કરવા અને ખાવામાં કરવો શુભ માનવામાં આવ્યો છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ દિવસે ષટતિલા એકાદશીના દિવસે અમુક ખાસ ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ષટતિલા એકાદશી પર કયા ઉપાય કરવા
1. જીવનમાં પ્રગતિ માટે આ દિવસે સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને થોડા તલના દાણા મિક્સ કરીને સ્નાન કરો. જે બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેનાથી તેમની કૃપા હંમેશા તમારી પર જળવાઈ રહેશે.
2. આર્થિક સ્થિતિને મજબૂત કરવા ઈચ્છો છો તો તુલસીના છોડમાં દૂધ ચઢાવો. તેનાથી માતા તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થશે.
3. ષટતિલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુજીને માખણ, મિશ્રીનો ભોગ લગાવો અને મંદિરમાં તેમની આગળ 'ૐ નમો ભગવતે નારાયણાય' મંત્રનો 108 વખત જાપ કરો. તેનાથી કરિયરમાં આવતી તમામ સમસ્યાઓથી છુટકારો મળી જશે.
4. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. તેનાથી તમારો વેપાર વધે છે. ભોજન બાદ બ્રાહ્મણોને દક્ષિણા જરૂર આપવી જોઈએ.
આ પણ વાંચો: મહાકુંભમાં IIT બાદ હવે 'પહેલવાન બાબા'નું આકર્ષણ, ડોલે-શોલે જોઈ સૌ કોઈ અચરજમાં
ષટતિલા એકાદશી પૂજન વિધિ
ષટતિલા એકાદશીના દિવસે સવારે સ્નાન બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને પુષ્પ, ધૂપ વગેરે અર્પણ કરો. વ્રતની પૂજાના સમયે ભગવાન વિષ્ણુને તલથી બનેલી વસ્તુઓનો ભોગ જરૂર ચઢાવો. આવું કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હવન કરતી વખતે તલમાં દેશી ઘી મિક્સ કરો. વ્રત રાખ્યા બાદ રાત્રે ભગવાન વિષ્ણુની આરાધના અને જાગરણ કરો.
એકાદશી વ્રતના દિવસે પૂજાના સમયે ષટતિલા એકાદશીનું વ્રત કથા જરૂર સાંભળો કે વાંચો. તે બાદ બારસના દિવસે સવારે ઉઠીને સ્નાન બાદ ભગવાન વિષ્ણુને ભોગ લગાવો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ પોતે અન્ન ગ્રહણ કરો. ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી એક દિવસ પહેલેથી માંસાહાર અને તામસિક ભોજન કરવું જોઈએ નહીં. આ સિવાય એકાદશી વ્રત રાખનાર વ્યક્તિએ રીંગણ અને ચોખા ખાવા જોઈએ નહીં.