શનિની ખરાબ દૃષ્ટિથી બચવું હોય તો અવશ્ય કરવા જોઈએ આ 5 ઉપાય
Image Source: Twitter
Shani Dev: ઘણા લોકો પૈસા તો કમાય છે પરંતુ આ પૈસા ઘરમાં ટકતા નથી. આ ઉપરાંત કેટલાક જાતકોને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી અને ઘણા જાતકો આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરે છે. આ તમામ સમસ્યાઓનું કારણ શનિ ગ્રહની ખરાબ દૃષ્ટિ હોઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે જાતકો પર શનિની ખરાબ દૃષ્ટિ પડે છે, તેમના જીવનમાં અનેક ફેરફાર આવી જાય છે અને તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ચાલો હવે એ જાણીએ કે, શનિની ખરાબ દૃષ્ટિથી બચવા માટે કયા ઉપાય કરી શકાય છે.
શનિને સૌથી ક્રૂર ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. જોકે, શનિ કેટલીક રાશિના જાતકો પર હકારાત્મક દૃષ્ટિ પણ પાડે છે. જેનાથી તેમના જીવનમાં શુભ પ્રભાવ પડે છે. બીજી તરફ કેટલાક જાતકોએ શનિની ખરાબ દૃષ્ટિનો પણ સામનો કરવો પડે છે. શનિની ખરાબ દૃષ્ટિના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે કુંડળીમાં શનિની સાડાસાતી અથવા ધૈયાની અસર, અથવા શનિની ગતિમાં પરિવર્તનથી ઉદ્ભવતી સમસ્યાઓ. શનિની ખરાબ દૃષ્ટિના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે.
શનિની ખરાબ દૃષ્ટિથી બચવાના ઉપાય
પીપળાના વૃક્ષની પૂજા
જો તમે શનિની ખરાબ દૃષ્ટિથી પરેશાન છો તો તમારે શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને તેમા જળ અર્પિત કરવું. તેનાથી ધીમે-ધીમે શનિની ખરાબ દૃષ્ટિથી તમને મુક્તિ મળી શકે છે.
હનુમાનજીની પૂજા
શનિવાર અને મંગળવારે હનુમાનજીની પૂજા કરવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ તમને શનિની ખરાબ દૃષ્ટિથી બચાવી શકે છે અને તમારા જીવનમાં શાંતિ આવશે.
આ પણ વાંચો: મેં વારંવાર કહ્યું પણ મારી એક વાત ન સાંભળી: કેજરીવાલની હાર પર અન્ના હઝારેની ટકોર
કૂતરાને રોટલી ખવડાવવી
દર શનિવારે રોટલી પર સરસવનું તેલ લગાવો અને કાળા કૂતરાને ખવડાવવી. આ ઉપાય શનિની ખરાબ દૃષ્ટિથી રક્ષણ પૂરું પાડે છે.
ભોળેનાથની પૂજા
ભગવાન ભોળેનાથની પૂજા કરતી વખતે જળમાં કાળા તલ નાખીને અભિષેક કરવો. આ ઉપાય શનિની ખરાબ દૃષ્ટિથી બચવામાં મદદ કરે છે.
શનિ દેવને સરસવના તેલથી સ્નાન કરાવવું
શનિવારે શનિદેવના મંદિરમાં જઈને શનિ દેવને સરસવના તેલનું સ્નાન કરાવવું. આ ઉપાયથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને શનિની ખરાબ દૃષ્ટિથી મુક્તિ મળે છે.