Get The App

ધનતેરસ પર નથી ખરીદી શક્યા સોનું-ચાંદી, તો આ વસ્તુઓ ઘરમા લઈ આવો, માં લક્ષ્મી થશે પ્રસન્ન

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોળ અને ધાણા ખરીદવા ઉત્તમ ગણાય છે

ગોમતી ચક્ર, સાવરણી, તાંબા પિત્તળના વાસણો ખરીદી શકાય છે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
ધનતેરસ પર નથી ખરીદી શક્યા સોનું-ચાંદી, તો આ વસ્તુઓ ઘરમા લઈ આવો, માં લક્ષ્મી થશે પ્રસન્ન 1 - image
Image Social Media 

તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર 

હાલમાં હિન્દુઓના પવિત્ર તહેવારની શરુઆત થઈ ગઈ છે, જેમા વાઘ બારસથી આ પર્વની શરુઆત માનવામાં આવે છે. આ પર્વ દરમ્યાન ધનતેરસના દિવસે સામાન્ય રીતે લોકો સોનું-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડતા હોય છે, અને તે ઉપરાંત લોકો નવા વાસણો, ફોન, લેપટોપ, વાહનો જેવી વસ્તુઓ ખરીદતા હોય છે.

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોળ અને ધાણા ખરીદવા ઉત્તમ ગણાય છે

માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ હોય છે અને આ દિવસે વસાવેલી ખૂબ વસ્તુઓ ટકાઉ રહે છે અને આખા વર્ષ દરમ્યાન બરકત રહે છે. ઘરમાં લક્ષ્મીમાતાની કૃપા રહે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો સોનું-ચાંદી ખરીદતા હોય છે, પરંતુ એવા ઘણા લોકો છે કે જેમને સોનું-ચાંદી ખરીદવા પોસાય એમ નથી, તો તેઓ ફક્ત એક વસ્તુ ખરીદવાથી પણ મહાલક્ષ્મીની કૃપા મેળવી શકે છે, અને તે છે ધાણાં, આખા-સૂકા ધાણા કે જે રસોઈમાં મસાલા તરીકે વપરાય છે.  એટલે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોળ અને ધાણા ખરીદવા જોઈએ અને પૂજા દરમ્યાન મા લક્ષ્મીજીના પ્રસાદમાં વાપરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

આજે પણ કેટલાક લોકો ગોળ ધાણા ખરીદતા હોય છે

પહેલાના જમાનામાં લોકો કોઈપણ પૂજા - વ્રતમાં કે શુભકાર્યોમાં ધાણાનો ઉપયોગનો કરતા હતા. જેમા થોડા પ્રમાણમાં ધાણા ખરીદવાથી પણ શુભ ફળ મેળવી શકાય છે. અનેક લોકો પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને ધાણાં ચડાવી અને તેને તિજોરીમાં રાખતા હોય છે.

ગોમતી ચક્ર, સાવરણી, તાંબા પિત્તળના વાસણો ખરીદી શકાય છે 

આજે ધનતેરસના દિવસે કેટલાક લોકો ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવતા હોય છે. અને સાંજે જયારે માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે ત્યારે ગોમતી ચક્રની પૂજા કરવામાં આવે છે,તેમજ પૂજા કર્યા બાદ બીજા દિવસે સારા ચોઘડીયામા તેને લઈને ધન સ્થાન પર રાખવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે આનાથી તમારું ધનનું સ્થાન હંમેશા પૈસાથી ભરેલું રહે છે. ગોમતી ચક્ર ઉપરાંત સાવરણી, તાંબા-પિત્તળના વાસણ વગેરે ખરીદવાથી પણ લક્ષ્મીદેવીની કૃપા બની રહે છે અને મા સદાય માટે પ્રસન્ન રહે છે.


Google NewsGoogle News