Geeta Jayanti 2023: ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય તો આટલી બાબતોનું રાખો વિશેષ ધ્યાન

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
Geeta Jayanti 2023: ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય તો આટલી બાબતોનું રાખો વિશેષ ધ્યાન 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 20 ડિસેમ્બર 2023 બુધવાર

22 ડિસેમ્બર 2023એ માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીએ ગીતા જયંતી મનાવવામાં આવશે. ગીતામાં લખેલી વાતો શ્રીકૃષ્ણ અને અર્જુનની વચ્ચેનો સંવાદ છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જેની ઉત્પત્તિ સ્વયં શ્રીકૃષ્ણના શ્રીમુખથી થઈ છે. આ જ કારણ છે કે દર વર્ષે ગીતા જયંતી મનાવવામાં આવે છે.

આ દિવસે ગીતાનો પાઠ કરનારના દરેક કાર્ય સફળ થાય છે, સુખની સાથે સંપન્નતા આવે છે. શાસ્ત્રો અનુસાર જે લોકોના ઘરે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથ હોય તેમણે અમુક નિયમોનું પાલન કરવુ જોઈએ, નહીંતર જીવન સંકટોથી ઘેરાઈ જાય છે.

ગીતા પાઠ કરવાના લાભ

પુરાણો અનુસાર જે ઘરમાં નિયમિતરીતે ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યાં ખુશહાલી જળવાઈ રહે છે. ગીતામાં ધર્મ, કર્મ, નીતિ, સફળતા, સુખનું રાજ છુપાયેલુ છે. આના પઠનથી જીવનની દરેક સમસ્યાનો હલ પ્રાપ્ત થઈ શકે છે. 

ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિમાં કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની આવડત આવે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

માનસિક પરેશાની અને ગૃહ ક્લેશથી મુક્તિ, વિરોધીનો સામનો કરવા માટે શક્તિ ગીતા પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. આમાં લખેલા શ્લોક વ્યક્તિને વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે. 

ગીતા જયંતીના દિવસે ગીતા પાઠની સાથે હવન કરવામાં આવે તો આનાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.

ગીતાનો પાઠ નિયમિત રીતે કરવાથી મૃત્યુ બાદ પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે.

ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવાના નિયમ

ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવી અને પાઠ કરતી વખતે અમુક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ ત્યારે પૂર્ણ ફળ મળે છે. આ ખૂબ પવિત્ર ગ્રંથ છે તેથી તેને સાફ-પવિત્ર સ્થાન પર જ રાખો. 

ન્હાયા વિના, ગંદા હાથ કે માસિક ધર્મ દરમિયાન ગીતાને સ્પર્શ ન કરો. તેનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને માનસિક-આર્થિક તણાવ થવા લાગે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાને જમીન પર રાખીને ન વાંચો. આ માટે પૂજા ચોકી કે પછી લાકડાથી બનેલા સ્ટેન્ડનો ઉપયોગ કરો. સાથે જ ગીતાને એક લાલ વસ્ત્રમાં બાંધીને રાખો. 

ગીતા પાઠ કરવા માટે પોતાના જ આસનનો ઉપયોગ કરો. બીજાનું આસન લેવુ જોઈએ નહીં તેનાથી પૂજા-પાઠનો પ્રભાવ ઓછો થઈ જાય છે. પાઠ શરૂ કર્યા પહેલા ભગવાન ગણેશ અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો.

દિવસે ગમે ત્યારે ગીતાનો પાઠ કરી શકો છો પરંતુ જો કોઈ અધ્યાય શરૂ કર્યો તો તેને વચ્ચે ન છોડવો. પૂરો અધ્યાય વાંચ્યા બાદ જ ઉઠો.


Google NewsGoogle News