Get The App

કરવા ચોથ પર ચાંદ ન જોવા મળે તો આવી રીતે કરો વ્રતના પારણા, જાણો પૂજાવિધિ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
કરવા ચોથ પર ચાંદ ન જોવા મળે તો આવી રીતે કરો વ્રતના પારણા, જાણો પૂજાવિધિ 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

આજે એટલે કે 1 નવેમ્બર 2023એ સમગ્ર દેશમાં કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિંદુ ધર્મમાં કરવા ચોથનું ખૂબ મહત્વ છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારા આરોગ્ય માટે કરવા ચોથનું નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્રદેવને જળ અર્પણ કર્યા બાદ જ વ્રતના પારણા કરે છે. તેના વિના વ્રત અધૂરુ માનવામાં આવે છે. આ પર્વ પતિ-પત્નીના અતૂટ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. કરવા ચોથના દિવસે મહિલાઓ સરગી ખાઈને વ્રતની શરૂઆત કરે છે અને ચંદ્રની પૂજા બાદ જ અન્ન-જળ ગ્રહણ કરે છે. દરમિયાન આ શુભ અવસરે તમામ વિવાહિત મહિલાઓ ચંદ્રના દર્શનની આતુરતાથી રાહ જોવે છે. કરવા ચોથનું વ્રત જેટલી વિધિસર રાખવુ જોઈએ, તે જ પ્રકારે વ્રતના પારણા નિયમોનું પાલન પણ કરવુ જોઈએ. 

ચંદ્ર ના દેખાય તો શું કરવુ જોઈએ

- જો ખરાબ હવામાનના કારણે તમને ચંદ્ર ન દેખાય તો જે દિશામાં ચંદ્રોદય થાય છે, તે તરફ ચંદ્રદેવની પૂજા-અર્ચના કરો અને તેમને જળ અર્પણ કરો. જે બાદ વ્રતના પારણા કરી શકો છો. તમે ભલે પોતાના મિત્રો, સગા-વ્હાલા અને પરિવારના સભ્યોને વીડિયો કોલ કરીને ચંદ્રદેવના દર્શન કરી શકો છો.

- કરવા ચોથના દિવસે જો ચંદ્ર નજર ના આવે તો ભોલેનાથના મસ્તક પર બિરાજમાન ચંદ્રની પૂજા કરી શકો છો અને વ્રતના પારણા કરી શકો છો.

- આ સિવાય ચોખાનો ચંદ્ર બનાવીને તેની વિધિસર પૂજા કરો. આ માટે ચંદ્ર નીકળવાની દિશામાં એક નાની ચોકી પર લાલ વસ્ત્ર પાથરો. હવે તેની પર ચોખાથી ચંદ્રની આકૃતિ બનાવો. ચંદ્રનું આહ્વાન કરો અને 'ઓમ ચતુર્થ ચંદ્રાય નમ:' મંત્રનો જાપ કરો. જે બાદ તમે વ્રતના પારણા કરી શકો છો.

દિલ્હી- 8:16

મુંબઈ- 8: 59

લખનૌ- 8:6 

ગાઝિયાબાદ - 8:14

હરિદ્વાર- 8:08

બેંગલોર - 8:16 

ચેન્નઈ- 8:55

પટના- 7:51

ઈન્દોર- 8:38

જયપુર- 8:26

જમ્મુ- 8:12 

કોલકાતા- 7:45 

શિમલા-  8:07

પંજાબ- 8:10

હિમાચલ પ્રદેશ - 8:07

પણજી- 9:04


Google NewsGoogle News