સપનામાં આવું કરતા જોવા મળે મૃત પરિજન તો સમજી લેજો કે ખુશખબરી મળશે, ભાગ્ય ચમકશે!

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
સપનામાં આવું કરતા જોવા મળે મૃત પરિજન તો સમજી લેજો કે ખુશખબરી મળશે, ભાગ્ય ચમકશે! 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2023 સોમવાર

દરેક વ્યક્તિ સપનુ જુએ છે. અમુક સપના ડરામણા હોય છે તો અમુક સારા. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો કોઈકને કોઈક અર્થ હોય છે આ સપના થનારી ઘટના વિશે આપણને જણાવે છે. ઘણી વખત આપણે સપનામાં પોતાના મૃત પરિજનોને જોઈએ છીએ કહેવાય છે કે સપનામાં પોતાના મૃત પરિજનોને જોવાનો અર્થ હોય છે કે તેઓ આપણને કંઈક કહેવા માંગે છે. 

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં તમે પોતાના મૃત પરિજનને ખુશ જોવો છો તો તેનો અર્થ થાય છે કે તેઓ તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના પૂરી થશે. 

નારાજ દેખાવા

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં તમે પોતાના પરિજનને નારાજ, ગુસ્સામાં કે રોતા જુઓ તો તેનો અર્થ થાય છે કે તે તમારાથી દુ:ખી છે. તેનો અર્થ એ છે કે તમને ભયંકર દુ:ખ પડવાનું છે. કોઈ દુર્ઘટના કે અશુભ સમાચાર તમને મળી શકે છે. 

વાતો કરતા જોવા

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમારા પરિજન તમને સપનામાં વાત કરતા નજર આવે તો એક શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે તેનો અર્થ છે કે તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળશે. તમારુ અટકેલુ કામ પણ ટૂંક સમયમાં પૂરુ થઈ જશે. આ સાથે જ તમને સફળતા મળશે. 

ખાવા માટે કંઈક માંગતા નજર આવે

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમારા મૃત પરિજન સપનામાં તમારી પાસે ખાવા માટે કંઈક માંગતા નજર આવે તો તેનો અર્થ હોય છે કે તેઓ તમારાથી સંતુષ્ટ નથી. તેથી અમાસના દિવસે બ્રાહ્મણને ભોજન જરૂર કરાવો.

સલાહ આપવી

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં તમને મૃત પરિજન કોઈ સલાહ આપતા નજર આવે તો આ શુભ રહે છે. તેમની સલાહ જરૂર માનવી જોઈએ. આ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે.


Google NewsGoogle News