તમારું 2025નું વર્ષ કેવું જશે? આ રહ્યો જવાબ...
આવતી કાલે શું થવાનું છે તે જાણવાની ઉત્સુકતા આપણા સૌના મનમાં ઉછળકૂદ થતી હોય છે. આ પ્રકારની જિજ્ઞાસા હોવી બિલકુલ
સ્વાભાવિક છે. તો ચાલો... ભણતર અને ગણતર, પૈસા, ગાડી અને બંગલો, લગ્ન અને સંતાન, જોબ-બિઝનેસ અને કરીઅર, વિદેશગમન વગેરે મામલામાં તમારૂં આ વર્ષ કેવું જશે, મહિલાઓ માટે આ નવું વર્ષ શું શું લાવ્યું છે, ઉપરાંત બારેબાર મહિના સરસ રીતે પસાર થાય તે માટે કયા વિશેષ ઉપાય કરવા જોઈએ તે વિશે વિગતવાર ચર્ચા કરીએ.
ધ્યાનમાં રહે, આ ભવિષ્યકથન સન સાઇન (સૂર્ય રાશિ) પ્રમાણે કરવામાં આવ્યું છે. સન સાઇન અને મૂન સાઇન (ચંદ્ર રાશિ) વચ્ચે સ્પષ્ટ
ફર્ક હોય છે. અહીં પ્રસ્તુત કરવામાં આવેલા પૂર્વાવલોકનમાં તમારી જન્મતારીખ સાથે સંબંધ ધરાવતી સૂર્ય રાશિને કેન્દ્રમાં રાખવામાં આવી છે.
આ ઉપરાંત, ન્યુમરોલોજી અનુસાર ફળાદેશ પણ આપવામાં આવ્યો છે. હેપી ૨૦૨૫!