Get The App

અકાળે મૃત્યુ પામનારની આત્માને કેવી રીતે મળે છે શાંતિ? ગરુડ પુરાણમાં જણાવાયો છે ઉપાય

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
અકાળે મૃત્યુ પામનારની આત્માને કેવી રીતે મળે છે શાંતિ? ગરુડ પુરાણમાં જણાવાયો છે ઉપાય 1 - image


-  પૂજામાં ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે એક-એક પિંડ બનાવે છે

અમદાવાદ, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર

Garuda Purana Tips: ગરુડ પુરાણ એક એવો ધર્મ ગ્રંથ છે જેમાં વ્યક્તિના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીની તમામ વાતો સાથે સબંધિત બાબતો વિશે જાણી શકાય છે. આ જ ગરુડ પુરાણમાં વ્યક્તિના મૃત્યુ બાદ એ જાણી શકાય કે, તેમની આત્માને મુક્તિ મળી છે કે નહી.

ગરુડ પુરાણ પ્રમાણે જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ એટલે કે કોઈ રોગ અથવા કોઈ અન્ય ઘટનાને કારણે મૃત્યુ થાય તો તેમની આત્મા ભટકતી રહે છે. તેથી તેમની આત્માની શાંતિ કરવા માટે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા બાદ ભટકતી આત્માને શાંતિ મળે છે. 

આત્માની શાંતિ માટે કેવા પ્રકારની પૂજા કરવી જોઈએ અને કઈ પદ્ધતિથી કરવી જોઈએ

ધાર્મિક ગ્રંથ ગરુડ પુરાણ પ્રમાણે જો કોઈ ઘટના અથવા બીમારીના કારણે કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થઈ જાય તો તેમનો આત્મા ભટકવા લાગે છે. તે વ્યક્તિની આત્મા ખૂબ જ દુઃખદાયી હોય છે. આવી સ્થિતિમાં આકસ્મિક મૃત્યુને કારણે આત્માને મુક્તિ અપાવવા માટે નારાયણ બલિની પૂજા કરવામાં આવે છે. આ પૂજાનું અનુષ્ઠાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

આત્મની શાંતિ માટે નારાયણ બલિની પૂજા કરાવવી

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આત્માને શાંતિ ન મળે ત્યારે તે આત્મા પ્રેતની યોનીમા ચાલી જાય છે. અહીં આત્માને પ્રેત યોનીમાંથી મુક્તિ અપાવવા માટે નારાયણ બલિની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા કરવાથી આત્મા કર્મકાંડોથી મુક્ત થઈ જાય છે.

નારાયણ બલિની પૂજા વિધિ

ગરુડ પુરાણ પ્રમાણે જો તમે આત્માની શાંતિ ઈચ્છતા હોવ તો તેના માટે કોઈ નારાયણ બલિની પૂજા કોઈ તીર્થ સ્થાન પર કરાવવી જોઈએ. આ પૂજામાં ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે એક-એક પિંડ બનાવે છે. આ પૂજા વેદના પાંચ ઉચ્ચ શિક્ષિત વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. આ પૂજા મૃતકના પરિવારના સભ્યો જ કરી શકે છે જેમનું અકાળે મૃત્યુ થયું હતું. આ પૂજા કરવાથી પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે.


Google NewsGoogle News