Navratri 2023: નવરાત્રિમાં જન્મેલી બાળકી કેવી હોય છે? માતા દુર્ગા સાથે હોય છે ખાસ કનેક્શન

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Navratri 2023: નવરાત્રિમાં જન્મેલી બાળકી કેવી હોય છે? માતા દુર્ગા સાથે હોય છે ખાસ કનેક્શન 1 - image


                                              Image Source: Wikipedia & Freepik

અમદાવાદ, તા. 18 ઓક્ટોબર 2023 બુધવાર

ઘરે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે તો આખુ ઘર બાળકની કિલકારીઓથી ગૂંજી ઉઠે છે. નાના બાળકોને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. પુત્રીઓ તો ઘરની લક્ષ્મી કહેવાય છે.

હિંદુ ધર્મમાં નવરાત્રિના સમયને ખૂબ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસમાં માતા દુર્ગાના વિભિન્ન સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2023 સુધી છે. જ્યોતિષ અનુસાર નવરાત્રિમાં બાળકનો જન્મ થવો ખૂબ શુભ હોય છે અને આવા બાળકો ખૂબ ભાગ્યશાળી હોય છે.

બાળકનો જન્મ કોઈ પણ મહિના, વાર કે પક્ષમાં થાય તે શુભ જ હોય છે પરંતુ જન્મના સમયે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ કેવી હતી, એ પણ ખૂબ મહત્વનું હોય છે. જો શુભ નક્ષત્ર કે ગ્રહમાં બાળકનો જન્મ થયો હોય તો આવા બાળકો ખૂબ ભાગ્યશાળી હોય છે. બીજી તરફ ખરાબ ગ્રહોની યુતિમાં જન્મેલા બાળકોની જન્મકુંડળીમાં જન્મદોષ હોય છે.

નવરાત્રિમાં છોકરો અને છોકરી બંનેનો જન્મ થાય છે. આ સમયે બાળકોનો જન્મ ખૂબ શુભ હોય છે કેમ કે ભક્તિમય વાતાવરણ અને શુભ મુહૂર્તમાં જન્મ લેવાના કારણે તેમની પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહે છે પરંતુ એવી માન્યતા છે કે નવરાત્રિના શુભ સમયમાં કન્યાનો જન્મ લેવો વિશેષ શુભ ફળ આપનાર સાબિત થાય છે કેમ કે નવરાત્રિ દેવી શક્તિનો પર્વ છે.

નવરાત્રિમાં જો તમારા ઘરે કન્યાનું આગમન થયુ છે તો તમે ખૂબ ભાગ્યશાળી છો અને સાથે જ તમારી કન્યાનું ભવિષ્ય પણ શુભ છે કેમ કે એવુ માનવામાં આવે છે કે નવરાત્રિમાં જન્મેલી કન્યા પર દેવી દુર્ગાની વિશેષ કૃપા રહે છે.

નવરાત્રિમાં જન્મ લેનારી બાળકી કેવી હોય છે

બુદ્ધિશાળી હોય છે

નવરાત્રિમાં જે કન્યાઓનો જન્મ થાય છે. તે બુદ્ધિની ધનવાન હોય છે. માતા ભગવતીની કૃપાથી આ કન્યાઓ દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે છે. સાથે જ નવરાત્રિમાં જન્મેલી કન્યાઓ ધાર્મિક પ્રવૃતિની હોય છે અને ધર્મ-કર્મના કાર્યોમાં તેમનો વિશેષ રસ હોય છે.

ભાગ્યશાળી હોય છે 

નવરાત્રિના 9 દિવસમાં જન્મેલી કન્યા ન માત્ર પોતાના માટે પરંતુ પરિવાર માટે પણ ભાગ્યશાળી સાબિત થાય છે. આ જીવનમાં એવા લક્ષ્યને પ્રાપ્ત કરે છે, જેનાથી પરિવારનું માન-સન્માન વધે છે.


Google NewsGoogle News