30 ઓક્ટોબરે ગુરુ-રાહુની અશુભ યુતિ થશે પૂર્ણ, આ રાશિઓને મળશે શુભ પરિણામ

ગુરુ ચાંડાલ યોગની સમાપ્તિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે

ધન રાશિના લોકો માટે ગુરુ ચાંડાલ યોગની સમાપ્તિ શુભ માનવામાં આવે છે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
30 ઓક્ટોબરે ગુરુ-રાહુની અશુભ યુતિ થશે પૂર્ણ, આ રાશિઓને મળશે શુભ પરિણામ 1 - image
Image Twitter 

તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર 

ગ્રહોના રાશિ પરિવર્તનથી વ્યક્તિના જીવનમાં તેની અસર જોવા મળે છે. આ સમયે  ગુરુ અને રાહુ મેષ રાશિમાં બિરાજમાન છે. જ્યારે ગુરુ અને રાહુ કોઈ રાશિમાં એક સાથે બિરાજમાન થાય તો તેનાથી ચાંડાલ યોગ બને છે. જે અશુભ માનવામાં આવે છે. ગુરુ-રાહુની આ અશુભ યુતિ કેટલીક રાશિઓને અશુભ ફળ આપનારી માનવામાં આવે છે અને કેટલીક રાશિને શુભફળ આપનારી હોય છે. તો 30 ઓક્ટોબરના રોજ રાહુના રાશિ પરિવર્તનથી ગુરુ અને રાહુની આ અશુભ યુતિ સમાપ્ત થઈ રહી છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે શુભ પરિણામ મળશે. 

મેષ રાશિ

ગુરુ ચાંડાલ યોગની સમાપ્તિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ધીરે - ધીરે દુર થતી રહે. ભીડથી અલગ વિચારી અને નેતૃત્વ તરફ પોતાના જાતને લઈ જાઓ. યાત્રા કરવાના યોહ દેખાઈ રહ્યા છે. 

ધન રાશિ

ધન રાશિના લોકો માટે ગુરુ ચાંડાલ યોગની સમાપ્તિ શુભ માનવામાં આવે છે. કરિયરની દ્રષ્ટિએ રચનાત્મક કૌશલ મજબૂત થશે. રચનાત્મક ગતિવિધિઓમાં વધારે રુચિ જોવા મળે. કાર્યસ્થળ પર સહકર્મચારી અને મિત્રોનો સહયોગ મળી રહે. 

તુલા રાશિ

30 ઓક્ટોબરથી તુલા રાશિના લોકો માટે સારા દિવસો આવી રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયર માટે બનાવેલી યોજનામાં સફળતા મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને તેમના પુર્વજોની કૃપાથી તમારી મહેનતનું પરિણામ મળશે. તમારા કામની નોંધ લેવાય અને નોકરીમાં કોઈ મોટી જવાબદારી મળી શકે. 


Google NewsGoogle News