Holi 2024: આ પાંચ લોકોએ ન કરવા જોઈએ હોળિકા દહનના દર્શન, જાણો કેમ છે આવી માન્યતા
નવી મુંબઇ,તા. 18 માર્ચ 2024, સોમવાર
હિન્દુ ધર્મના દરેક તહેવારોનુ ધાર્મિક મહત્વ રહેલું છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. હોલીકા દહનના બીજા દિવસે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ અનુસાર લોકો હોલિકાની પરિક્રમા કરીને તેની પૂજા કરે છે. હોલિકાને નાળિયેર, ધાણી, ખજૂર વગેરનો ભોગ ચઢાવે છે. જોકે હિંદુ માન્યતાઓ અનુસાર નવવિવાહિત મહિલાઓએ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ.
આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે થશે અને હોળી બીજા દિવસે એટલે કે 25મી માર્ચે રમાશે. હોળાષ્ટક 8 દિવસ પહેલા એટલે કે 17 માર્ચથી શરૂ થઈ ગયું છે.
શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના કેટલાક રિવાજો અને પરંપરાઓ છે. જેમને હોલિકા દહન ન જોવુ જોઇએ.
શાસ્ત્રો અનુસાર જે કન્યા લગ્ન પછી પહેલીવાર પોતાના સાસરે આવે છે તેણે હોલિકા દહન ન જોવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે, આનાથી વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સગર્ભા સ્ત્રીઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઈએ. જેનાથી બાળક પર અશુભ અસર કરી શકે છે. આ સિવાય હોલિકાની પ્રદક્ષિણા કરવી પણ અશુભ માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર, નવજાત બાળકને પણ હોલિકા દહન ન બતાવવું જોઈએ. આમ કરવાથી તમારા બાળકને નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે. નકારાત્મક ઉર્જા બાળક પર અસર કરી શકે છે. એવું કહેવાય છે કે, હોલિકા દહનમાં દરેક વ્યક્તિ પોતાની નકારાત્મકતાને બલિદાન આપવા આવે છે.
એવું કહેવાય છે કે, સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.
જે માતા-પિતાનું એક જ સંતાન છે તે હોલિકાના દર્શન કરે તે શુભ નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ.