હોળીના આઠ દિવસ પહેલા શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, જાણો નિયમ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
હોળીના આઠ દિવસ પહેલા શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, જાણો નિયમ 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 15 માર્ચ 2024 શુક્રવાર

હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિથી પૂનમ તિથિ સુધી હોળાષ્ટક ચાલે છે. કહેવાઈ છે કે હોળીના તહેવારથી 8 દિવસ પહેલા હોળાષ્ટકની શરૂઆત થઈ જાય છે. હિંદુ ધર્મમાં હોળાષ્ટકનો દિવસ અશુભ માનવામાં આવે છે. આ સમયે કોઈ પણ માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે. આ વર્ષે હોળાષ્ટક ક્યારથી શરૂ થઈ રહ્યા છે, ક્યારે ખતમ થઈ રહ્યા છે અને આ દિવસોમાં શું કરવુ શુભ અને અશુભ માનવામાં આવે છે.

હોળાષ્ટક ક્યારથી છે

વૈદિક પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિની શરૂઆત 16 માર્ચે રાત્રે 09.39 મિનિટથી થઈ રહી છે. તેનું સમાપન આગલા દિવસે એટલે કે 17 માર્ચે સવારે 09.53 મિનિટ પર થશે. તેના કારણે 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે. 24 માર્ચે હોલિકા દહનની સાથે હોળાષ્ટકનું સમાપન થઈ જશે. 

હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ

- હોળાષ્ટકમાં 8 દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ 8 દિવસમાં કુળદેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. 

- કહેવાઈ છે કે હોળાષ્ટકમાં દાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે.

- હોળાષ્ટકમાં ભગવાન શિવની વિધિસર પૂજા કરવી જોઈએ. તેનાથી આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે.

હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ નહીં

- હોળાષ્ટકમાં કોઈ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવતી નથી.

- હોળાષ્ટકના 8 દિવસમાં કોઈનો સંબંધ નક્કી કરવો જોઈએ નહીં અને લગ્ન જેવા માંગલિક કાર્યોની પણ મનાઈ હોય છે.

- ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્ય પણ હોળાષ્ટકમાં ભૂલીને પણ કરવા જોઈએ નહીં. 


Google NewsGoogle News