Get The App

શુભ રાજયોગમાં થઈ હિંદુ નવા વર્ષની શરૂઆત, આખુ વર્ષ રહેશે શનિ-મંગળનો પ્રભાવ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
શુભ રાજયોગમાં થઈ હિંદુ નવા વર્ષની શરૂઆત, આખુ વર્ષ રહેશે શનિ-મંગળનો પ્રભાવ 1 - image


Image: Freepik

હિંદુ ધર્મમાં નવુ વર્ષ વિક્રમ સંવત ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી આરંભ થાય છે. આ વખતે આજે 9 એપ્રિલથી નવુ વિક્રમ સંવત 2081નો આરંભ થયો. સાથે જ આ દિવસથી જ ચૈત્ર નવરાત્રિનો પણ આરંભ છે. 

આખુ વર્ષ શનિ-મંગલનો પ્રભાવ રહેશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગભગ 30 વર્ષ બાદ નવા વર્ષની શરૂઆત શુભ રાજયોગમાં થઈ. 09 એપ્રિલે હિંદુ નવુ વર્ષ વિક્રમ સંવત 2081નો પહેલો દિવસ છે અને આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને શશ રાજયોગનો સંયોગ બની રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2081ના રાજા મંગલ અને મંત્રી શનિદેવ છે. દરમિયાન સમગ્ર વર્ષ શનિ અને મંગલનો પ્રભાવ રહેશે. 

વૈદિક પંચાંગ અનુસાર 09 એપ્રિલથી હિંદુ નવુ વર્ષ વિક્રમ સંવત 2081ની શરૂઆત થઈ છે. જોકે, અંગ્રેજી કેલેન્ડર અનુસાર નવા વર્ષની શરૂઆત 01 જાન્યુઆરીથી થાય છે પરંતુ નવુ હિંદુ વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે અને તમામ વ્રત-તહેવાર હિંદુ કેલેન્ડરની તિથિઓના આધારે જ મનાવવામાં આવે છે. આ વખતે નવુ હિંદુ નવુ વર્ષ વિક્રમ સંવત ખૂબ જ ખાસ રહેશે.

શુભ યોગ, રાજયોગ અને નક્ષત્રોમાં નવા વર્ષની શરૂઆત

આ 2081 સંવતના વર્ષ રાજા મંગળ રહેશે અને તેમના મંત્રી શનિ હશે. સેનાપતિનો કાર્યભાર શુક્ર સંભાળશે અને સંવત્સરનું વાહન બળદ હશે. આ વિક્રમ સંવતનું નામ કાલયુક્ત હશે. આ કાલયુક્ત સંવતના રાજા-મંગલ, મંત્રી-શનિ, સસ્યેશ-મંગળ, દુર્ગેશ-શુક્ર, ધનેશ- ચંદ્ર, રસેશ-ગુરુ, ધાન્યેશ-શનિ, નીરસેશ-મંગલ, ફલેશ-શુક્ર, મેઘેશ-શુક્ર છે. 09 એપ્રિલે હિંદુ નવુ વર્ષની શરૂઆત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શશ રાજયોગમાં થઈ છે. આ સિવાય વર્ષના પહેલા દિવસે રેવતી અને અશ્વિની નક્ષત્રનો પણ સંયોગ બની રહ્યો છે. આ દિવસે ચંદ્ર ગુરુની રાશિ મીનમાં હશે. શનિ દેવ સ્વયંની રાશિ કુંભમાં બિરાજમાન થઈને શશ રાજયોગનું પણ નિર્માણ થશે.

નવુ સંવત્સર વિક્રમ સંવત- 2081 

નવુ સંવત આરંભ - 09 એપ્રિલ 2024

પ્રતિપદા તિથિ આરંભ- 8 એપ્રિલ 2024 રાત્રે 11.50 વાગ્યાથી

પ્રતિપદા તિથિ સમાપન- 9 એપ્રિલ 2024 રાત્રે 08.30 વાગ્યા સુધી

હિંદુ નવા વર્ષ પર 3 શુભ યોગ

મંગળવાર 9 એપ્રિલે હિંદુ નવા વર્ષની શરૂઆત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શશ રાજયોગમાં થઈ છે. આ સિવાય વર્ષના પહેલા દિવસે રેવતી અને અશ્વિની નક્ષત્રનો પણ સંયોગ બની રહ્યો છે. આ દિવસે ચંદ્ર ગુરુની રાશિ મીનમાં હાજર છે. શનિ દેવ સ્વયંની રાશિ કુંભમાં બિરાજમાન થઈને શશ રાજયોગનું પણ નિર્માણ થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 09 એપ્રિલે સર્વાર્થ સિદ્ધ યોગ અને અમૃત સિદ્ધિ યોગ સવારે 07.32 મિનિટથી પ્રારંભ થશે. નવા હિંદુ વર્ષના રાજા મંગલ અને મંત્રી શનિદેવ હોવાનો પ્રભાવ તમામ 12 રાશિઓના લોકો પર પડશે પરંતુ અમુક રાશિના લોકોને ભાગ્યનો સારો સાથ મળશે જેનાથી તેમના જીવનમાં સુખ-શાંતિ અને સારા પરિણામની પ્રાપ્તિ થશે.


Google NewsGoogle News