Get The App

ટ્રોલિંગથી પરેશાન હર્ષા રિછારિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, મહાકુંભ છોડતા પહેલાં જુઓ શું કહ્યું

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
ટ્રોલિંગથી પરેશાન હર્ષા રિછારિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, મહાકુંભ છોડતા પહેલાં જુઓ શું કહ્યું 1 - image


MahaKumbh Mela: મહાકુંભ 2025માં પોતાની સુંદરતા માટે ચર્ચામાં આવેલી હર્ષા રિછારિયા ટ્રોલ થતાં મહાકુંભ છોડવાનો નિર્ણય લીધો છે. હર્ષા રિછારિયાએ મીડિયા પત્રકારો અને સોશિયલ મીડિયા પર પોતાની છબિ ખરાબ કરી હોવાનો આરોપ પણ મૂક્યો છે. ટ્રોલિંગથી કંટાળી તેણે અનેક આક્ષેપો કરતાં મીડિયા અને ટ્રોલર્સ પર પ્રહારો કર્યા છે.

મારા ગુરૂજીનું પણ અપમાન કર્યું

હર્ષા રિછારિયાએ ટ્રોલર્સ અને મીડિયા પર આક્ષેપ મૂકતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે કહ્યું કે, 'મારા ગુરૂદેવ કૈલાશાનંદ ગિરીનું લોકોએ અપમાન કર્યું છે. તે હું ક્યારેય ચલાવી લઈશ નહીં. હું હવે તેમની આંખોમાં આંખ મિલાવી નહીં શકું. તમામ લોકોએ એક મહિલા વિશે બોલતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ. મેં ક્યારેય કહ્યું નથી કે, હું સાધ્વી, સંત કે સંન્યાસી છું. મને માત્ર ઈશ્વરની ભક્તિ કરવી ગમે છે. મારા લગ્ન અને વાળ દેશનો સૌથી મોટો મુદ્દો બની ગયો. હું પ્રોફેશનમાંથી બ્રેક લઈ સેવા કરવા આવી હતી.'


આ પણ વાંચોઃ મહાકુંભમાં 6 જ દિવસમાં સાત કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્યની ડૂબકી લગાવી સર્જ્યો રેકોર્ડ



મેં ક્યારેય નથી કહ્યું કે હું સાધ્વી છું

હર્ષાએ કહ્યું કે, 'દર વર્ષે શાહી સવારી નીકળે છે. તમામ ભક્તો જોડાય છે. અન્ય અખાડાઓની સવારીમાં પણ અનેક ભક્ત અને ગૃહસ્થ સામેલ થાય છે. પરંતુ મારો ચહેરો હાઈલાઈટ થતાં ચર્ચામાં આવ્યો. મેં ભગવા વસ્ત્રો ધારણ કર્યા જ નથી. હું માત્ર શાલ ઓઢીને બેઠી હતી. અને આ રંગની શાલ કોઈપણ સનાતની ધારણ કરી શકે છે. તેના માટે સાધુ થવુ જરૂરી નથી. '

શાહી સવારીમાં રથમાં બેસતાં ચર્ચામાં આવી હતી

હર્ષા રિછારિયા મહાકુંભના મેળામાં રથમાં સવાર થઈ હતી, ત્યારબાદથી તે વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી. તે ગ્લેમરસ સાધ્વી તરીકે મીડિયામાં ચર્ચિત બની હતી. હર્ષાએ વાયરલ વીડિયોમાં દાવો કર્યો હતો કે તે નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજની શિષ્ય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 16 લાખ ફોલોઅર્સ છે.

ટ્રોલિંગથી પરેશાન હર્ષા રિછારિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, મહાકુંભ છોડતા પહેલાં જુઓ શું કહ્યું 2 - image


Google NewsGoogle News